Home /News /bhavnagar /Bhavnagar: નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

Bhavnagar: નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ

સિહોર તાલુકામાં સિહોર માતાજીનું મંદિર આવેલું છે. જે જાની પરિવારનાં કુળદેવી છે. મંદિર સાથે અનેક માન્યતાઓ સાથે જોડાયેલી છે. તેમજ લગ્ન બાદ વરઘોડિયા અહીં છેડાછેડી છોડવા આવે છે.

ભાવનગર: ગોહિલવાડના ગોહિલો મારવાડથી આવ્યા ત્યારે તેઓ મારું રાજા કહેવાય અને આ મારું દેવી તેમના કુળદેવી હશે તેવું જાણવા મળે છે. જૈન વિદ્વાનોના મત પ્રમાણે ઋષણ દેવીની માતાનું નામ મારૃ દેવી હતું. તેમના સ્મરણાર્થે આ દેરી બનાવાઈ હતી.



મહારાજા તખ્તસિંહજી એ આ મંદિર બંધાવ્યું હતું ત્યારે ત્યાંથી જૂના ખોદકામમાં મળેલા પથ્થરમાં પણ મારું દેવી જેવું નામ વાંચવા મળ્યું હતું. જ્યારે મંદિરના પૂજારીના મત પ્રમાણે સિહોરી માતા બ્રાહ્મણોના કુળદેવી છે. ભૂતકાળમાં જ્યારે સિંહપુર નામની સિહોર ઓળખાતું ત્યારે તેની પ્રતિષ્ઠા થયેલી અને એ સમયે આ મંદિર સિંહપુરી માતા તરીકે ઓળખાતું હતું.



લોકકથા અને ઈતિહાસ

શિહોર ઉત્તર ભાગમાં જાની પરિવાર અને દક્ષિણ ભાગમાં રણા ભટ્ટની ડેલીઓ આવી હતી. તેમાં જાની કુટુંબની દીકરીના લગ્ન ભટ્ટ કુટુંબના યુવાન ગજાનન સાથે થયા હતા. આજની જે સાત શેરી કહેવાય છે ત્યાં ચોરો હતો અને બ્રાહ્મણોના ગલઢેરા ત્યાં બેસતા હતા. એક વખત આ ચોરા ઉપર ત્રણ-ચાર જુવાનિયા બેઠા હોય ત્યારે ગજાનનના પત્ની ઘરની ઓસરીમાં દાણામાં દહીં નાખીને છાર વલોવતા હતા. ત્યારે એક જુવાનિયાના શબ્દ સાંભળી ગજાનને તેના પત્નીનો ચોટલો અને નાક-કાન કાપી નાંખ્યા હતા. આ વાતને લઈ બન્ને કુટુંબો વચ્ચે ખડગ ખેંચાયા અને મારામારી-કાપાકાપી થતા લોહીની નદીઓ વહી હતી.



કહેવાય છે કે, મૃત્યુ પામેલા શરીર પરથી સવા મણ જેટલી જનોઈ ઉતરી હતી. એવામાં બેભાન થયેલા ગજાનનની રૂપસુંદરી પત્ની ભાનમાં આવ્યા હતા અને સામેના ડુંગર પર ચઢતાં તેમની પાછળ ટોળું દોડયું હતું જેથી સતી નારીઓ સૂર્યદેવ સમક્ષ પોતે પતિવ્રતા હોય, કોઈ પરપુરુષનો સ્વપ્નેય વિચાર કર્યો નથી તેમ કહી પથ્થર બનાવી દેવા અરજ કરી હતી.

આ શબ્દો પૂરા થતાં જ એક પવનના સુસવાટો આવ્યો અને સતી નારી પવનમાં અલોપ થઈ ગઈ અને ત્યાં એક પથ્થર માત્ર રહ્યો હતો. આ ઘટના બાદ બ્રાહ્મણો એ પથ્થરની જગ્યાએ મંદિર બનાવી સતી માતાનું પૂજન શરૂ કર્યું હતું. કાળક્રમે માતાજી પ્રત્યે આસ્થા વધતા બ્રાહ્મણો ઉપરાંત અઢારે વર્ણના લોકમાં સિહોરી માતા અનન્ય શ્રદ્ધાનું સ્થાન બની ચૂક્યા છે.



છેડાછેડી છોડાવા વરઘોડીયા મંદિરે આવે છે

સિહોર માતા સાક્ષાત દેવીના સ્વરૂપ છે. એટલે જ આ દેવી લોકમાતા, રાજ માતા તરીકે ઓળખાય છે. બ્રાહ્મણ જાની કુટુંબ સિહોર માતાને કુળદેવી તરીકે પૂજે છે. લગ્ન બાદ વરઘોડીયાના છેડાછેડી અહીં છૂટે છે. બ્રાહ્મણ કુટુંબ પુત્ર જન્મ થતાં તેને માતાજીને પગલે લગાડવા અચૂક આવે છે. તેમજ બાળકની કર વિધિ આ મંદિરે જ થાય છે. વધુમાં મંદિરમાં સિહોરી માતાના વાહન રૂપે બે સિંહ બેઠા છે. બાજુમાં ત્રિશૂળ શોભે છે. ઉંચી ટેકરી પર 300 જેટલા પગથિયા છે.



સિહોર નામ કઈ રીતે પડ્યું

સિહોર નામ વિશે જાતજાતની દંતકથાઓ ચાલે છે. કોઈ મતે ત્યાં સિંહની બહોળી વસ્તી હતી, તેથી તે સિંહપુર કહેવાતું જ્યારે એક મત એવો પણ છે કે, વલ્લભી વંશ પહેલાં સિંહ વંશના રાજાઓ થઈ ગયેલા, તેના નામ ઉપરથી સિંહપુર નામ પડ્યું.
First published:

Tags: Bhavnagar news, Local 18, Travel18