Home /News /bhavnagar /Bhavnagar: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગૌશાળા, ત્રણ ડોક્ટર અને 35 તો કાયમી કર્મચારી છે!

Bhavnagar: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગૌશાળા, ત્રણ ડોક્ટર અને 35 તો કાયમી કર્મચારી છે!

X
આ

આ સંસ્થાને આજુબાજુના ખેડૂતો દ્વારા ઘાસચારાનું દાન આપવામાં આવે છે 

ભાવનગરના મહારાજા અખેરાજસિંહજી દ્વારા છાપરીયાળી ગામ  ખાતે 1300 હેક્ટર જમીન ફક્ત અને ફક્ત ગાયોની સેવા કરવા માટે  શેઠ આનંદજી સાર્વજનિક પ્રશ્ન અર્પણ કરવામાં આવી હતી.

    Dhruvik gondaliya Bhavngar : આપણી સંસ્કૃતિમાં ગાયનું ખૂબ મહત્વ છે જેમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે એવું મનાય છે. મૃતક પાછળ ગાયનું દાન સર્વશ્રે ગણાય છે જે મૃતકને વૈતરણી નદી (ગરુડ પુરાણ પ્રમાણે યમપુરીમાં જતાં આવતી એક કલ્પિત પૌરાણિક નદી) પાર કરવામાં સહાયક બને છે. તેવું માનવામાં આવે છે. દિવાળી અને મકરસંક્રાંતિમાં ગાયને ઘાસ ખવડાવવાનુ, તેનુ પૂજન કરવાનું અને ગૌસેવાનું મહાત્મ્ય છે. ગાયના દૂધનું ઔષધિય મૂલ્ય ઘણું છે જે સુપાચ્ય અને તંદુરસ્તી આપનારું પણ છે. ગાય પોતે જ પરોપકારી છે. 'પરોપકારાય દુહન્તિ ગાવથ' - પરોપકાર માટે ગાય દૂધ આપે છે.

    ભાવનગરના મહારાજા અખેરાજસિંહજી દ્વારા છાપરીયાળી ગામ ખાતે 1300 હેક્ટર જમીન ફક્ત અને ફક્ત ગાયોની સેવા કરવા માટે શેઠ આનંદજી સાર્વજનિક પ્રશ્ન અર્પણ કરવામાં આવી હતી. સાપરીયાળી ગામ ખાતે ભાવનગર મહારાજા અખેરાજસિંહજી નો હવામહેલ પણ આવેલો છે.



    ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મહુવા રોડ પર આવેલ છાપરીયાળી ગામ ખાતે શેઠ આનંદજી પાંજરાપોળ સાર્વજનિક ટ્રસ્ટ કે જે સંસ્થાની સ્થાપના વિક્રમ સવંત 1908 માં કરવામાં આવી હતી. અહીં સંસ્થામાં નબળા અશક્ત અને ખોડા ઢોરની સેવા કરવામાં આવી રહી છે. આ સંસ્થામાં ગાય ભેંસો પાડા વાસરડા બકરા બકરીઓ સહિતના પશુઓની સેવાઓ કરવામાં આવે છે.

    અહીં હાલમાં 2126 જેટલા પશુઓની સેવા કરાઈ રહી છે. આ સંસ્થાને જુદી જુદી અન્ય સંસ્થાઓ દ્વારા રોકડ દાન તથા ઘાસચારાનું પણ દાન કરવામાં આવી રહ્યું છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા પણ આ સંસ્થાને ઘાસચારો દાનમાં આપવામાં આવી રહ્યો છે. આ સંસ્થામાં 35 જેટલાં રોજમદારો તથા 35 જેટલા કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે આ સંસ્થામાં ત્રણથી ચાર જેટલા પશુ ડોક્ટરો પણ ફરજ નિભાવી રહ્યા છે
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Cow, Local 18, ભાવનગર

    विज्ञापन
    विज्ञापन