Home /News /bhavnagar /Bhavnagar: આજદીન સુધી એક સેકન્ડ માટે પણ બંધ થઇ નથી આ મંદિરમાં ચાલતી અખંડ રામધૂન!
Bhavnagar: આજદીન સુધી એક સેકન્ડ માટે પણ બંધ થઇ નથી આ મંદિરમાં ચાલતી અખંડ રામધૂન!
25 વર્ષથી 24 કલાક રામધૂન ચાલી રહી છે
ભાવનગર જીલ્લાના મહુવા શહેરમાં છેલ્લા 25 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. પ્રેમ ભીક્ષુ મહારાજની પ્રેરણાંથી વર્ષ 1998ના હનુમાન જયંતિના દિવસે શરૂ કરવામાં આવેલી અખંડ રામધૂન એક પણ વિક્ષેપ વિના છેલ્લા 23 વર્ષથી ચાલી રહી છે.
Dhruvik gondaliya Bhavngar : ભાવનગર જીલ્લાના મહુવા શહેરમાં છેલ્લા 25 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. પ્રેમ ભીક્ષુ મહારાજની પ્રેરણાંથી વર્ષ 1998ના હનુમાન જયંતિના દિવસે શરૂ કરવામાં આવેલી અખંડ રામધૂન એક પણ વિક્ષેપ વિના છેલ્લા 23 વર્ષથી ચાલી રહી છે. આ અખંડ રામધૂનમાં શહેરના સિનિયર સિટિઝનની હાજરી જોવા મળે છે અને કોઈ નહી તો ઓછામાં ઓછા 4-5 વ્યક્તિઓ દ્વારા રામધૂન કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 25 વર્ષથી સતત ચાલી રહી છે.
અખંડ રામધૂન ચલાવવા માટે શહેરના લોકો પણ જોડાય છે તેમજ રાત્રે 5-6 કલાકની વહેંચણી કરી આ રામધૂન ચાલે છે. આજ દિન સુધી આ રામધૂનમાં એક પણ ગેપ પડ્યો નથી. મહુવાના લોકોમાં આ મંદિર અખંડ રામધૂન મંદિર તરીકે ઓળખાય છે. સવારે મંગળા આરતી અને સાંજની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આજે જ્યારે રાજકિય સ્તરે ભગવાન રામના નામે મતો ભેગા કરવાની રાજનીતિ જ રમાતી જોવા મળે છે ત્યારે આ અખંડ રામધૂન છેલ્લા 25 વર્ષથી નિસ્વાર્થપણે ચાલે છે.
અખંડ રામધૂન ની શરૂઆત
હનુમાન જયંતીના રોજ રામધૂનની શરૂઆત થઈ હતી અને તેથી દિવસે અહીં વિશેષ ઉજવણી થાય છે. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમજ અહીંની મંગળા આરતી અને સાંજની આરતીમાં પ્રસાદનું પણ વિશેષ મહત્વ રહેલું છે. રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો તે દિવસે પણ અહીં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.કોઈ પણ સંકલ્પ વિના શરૂ કરવામાં આવેલી આ અખંડ રામધૂન હજૂ પણ સતત ચાલી રહી છે અને સતત ચાલતી રહેશે તેવું સંચાલકો જણાવે છે ત્યારે આ અખંડ રામધૂન શહેરીજનોના આસ્થાનું કેન્દ્ર પણ બની છે અને તેના લીધે આ રામધૂન પરંપરા બનીને સતત ચાલી રહી છે.
શ્રી રામ જય રામ જય જય રામ ના મહામંત્ર ગાન માટે મહુવા સંકીર્તન મંદિરમાં દરરોજ સવારથી સાંજ સુધી વારાફરતી 150 થી 200 શ્રદ્ધાળુઓ અવિરત પણે પહોંચે છે રામધૂન મંદિરમાં આરતીનું મહત્વ ઘણું જ છે સવારે અને સાંજે 7:30 મિનિટ સુધી આરતી ચાલે છે રામધુન મંદિરમાં બહેનોના મંડળની રચના કરવામાં આવી છે આ મંડળના બહેનો બપોરે ત્રણ થી છ કલાક મંદિરમાં રામધૂન બોલાવે છે કોવિડ 19 ના સમયગાળા દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી રામ ભક્તોએ આ ધૂન શરૂ રાખી હતી પ્રેમ ભિક્ષુકજી મહારાજ વતન બિહારમાં 34 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે