ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુંની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 8,690 રૂપિયા રહ્યા હતા, અને ઊંચા ભાવ 8,690 રૂપિયા સુધીના બોલાયા હતા.
ભાવનગર: જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું સફેદ તલ અને મગફળીની સારી આવક થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ મગફળીનું વાવેતર આશરે 4,212હેક્ટર કરતા પણ વધારે થયું છે.
ભાવનગર જિલ્લાના કુલ 53,547 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ 23,421 હેક્ટરનું કુલ ઉનાળુ વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે બાજરી 4,850 હેક્ટર, મગફળી 4,212 હેક્ટર, જીરું 200 હેક્ટરથી વધારે, તલ 3,774 હેક્ટર, મગ 746 હેક્ટર, અડદ 284 હેક્ટર, ડુંગળી 402 હેક્ટર, શાકભાજી 832 હેક્ટર, શેરડી 69 હેક્ટર, ઘાસચારો 8252 હેક્ટર અને મકાઈ 27 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુંની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 8,690 રૂપિયા રહ્યા હતા, અને ઊંચા ભાવ 8,690 રૂપિયા સુધીના બોલાયા હતા.
આ જણસીના આટલા ભાવ રહ્યા
મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના 5,692 કટ્ટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 62 રહ્યા હતા અને ઊંચા ભાવ 314 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 2,919 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 65 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 278 રૂપિયા સુધીના રહ્યા હતા. નારિયેળના 6,290 નંગની આવક થઈ હતી, મણના નીચા ભાવ 405 રહ્યા હતા અને ઉંચા ભાવ 2,100 રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 110 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 400 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 950 રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 205 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 428 રહ્યા હતા અને ઊંચા ભાવ 680 રૂપિયા સુધીના રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના 371 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 340 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 500 રૂપિયા સુધીના રહ્યા હતા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની 90 ગાંસડીની આવક થઈ હતી. જેના એક મણના નીચા ભાવ 901 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઉંચા ભાવ 1358 સુધીના રહ્યા હતા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 959 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 2,200 રૂપિયા બોલાયા હતા અને ઊંચા ભાવ 2,828 રૂપિયા સુધીના બોલાયા હતા .
મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગના 107 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 1,290 રહ્યા હતા અને ઉંચા ભાવ 1,698 સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1,849 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 1,072 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1566 રૂપિયા સુધીના રહ્યા હતા.