Home /News /bhavnagar /ભાવનગર: ધર્મ પરિવર્તનને લઈને ફરી ઉઠ્યો સૂર, હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધમ્મ અપનાવવા કલેક્ટર પાસે માંગ

ભાવનગર: ધર્મ પરિવર્તનને લઈને ફરી ઉઠ્યો સૂર, હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધમ્મ અપનાવવા કલેક્ટર પાસે માંગ

ધર્મ પરિવર્તનને લઈને ફરી ઉઠ્યો સૂર

Bhavnagar Conversion: ભાવનગરમાં ફરી એક લખત ધર્મ પરિવર્તનને લઈને સૂર ઉઠ્યો છે. જણાવી દઈએ કે, 15થી વધુ લોકો દ્વારા હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધમ્મ અંગિકાર કરવા માટે જિલ્લા કલેક્ટર પાસે માંગ કરી રહ્યા છે.

ભાવનગર: દેશમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનને લઈને અનેકો સમાચાર સામે આવી રહ્યા છે. તેવામાં ભાવનગર શહેરમાં ફરી એકવાર ધર્મપરિવર્તન વર્તનનો મુદ્દો ઉઠ્યો છે. ચિત્રા વિસ્તારમાં રહેતા 15થી વધુ લોકો દ્વારા હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મમાં જવા માટે માંગ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, 29 જાન્યુઆરીના રોજ આ લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવા માટે કલેક્ટર પાસે માગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના કેટલાંક લોકો ધર્મ પરિવર્તનની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર સમક્ષ બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: ધર્માંતરણ: મહીસાગરના બાલાસિનોરની હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

ચિત્રા વિસ્તારના 15થી વધુ લોકોએ ધર્મ પરિવર્તનની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ક નંબરના ફોર્મ જમા કરાવવા માટે આવ્યા હતા. પોતાની રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 29 જાન્યુઆરીના રોજ 15થી વધુ લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવાની પરવાનગી માંગવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ, મહીસાગરમાં એક હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હોવાની ઘટના સામે આવી હતી. બાલાસિનોરમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધમ્મમાં અંગિકાર કર્યો હોવાનું સામે આવતાં હડકમ મચી ગયો હતો. ખેડા, બાલાસિનોર, પંચમહાલના 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હતું. જણાવી દઈએ કે, પોરબંદરથી આવેલા બૌદ્ધ ભિખ્ખુએ પ્રતિજ્ઞા લેવડાવી હતી.
First published:

Tags: Bhavnagar news, Hinduism, Religion News, Religious conversion

विज्ञापन