Home /News /bhavnagar /Bhavnagar News: સૌરાષ્ટ્રના એવા સંત કે જેણે વર્ષોથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો, કોણ છે કાળુંબાપુ?
Bhavnagar News: સૌરાષ્ટ્રના એવા સંત કે જેણે વર્ષોથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો, કોણ છે કાળુંબાપુ?
કાળુ બાપુનું ધામ એટલે ભાવનગરના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ.
સૌરાષ્ટ્રની ધરતીના એવા પરમહિકારી કાળુબાપુ સૌરાષ્ટ્રની ધરતી પર શ્રદ્ધા વ્રતની જ્યોતિ પ્રચલિત કરીને સનાતન ધર્મનો પ્રચાર કરીને લોકોમાં ભજન ભક્તિ અને સત્સંગના બીજ રોપ્યાં છે.
Dhruvik gondaliya Bhavngar :સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે. આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે સાધુ સંતોના આશીર્વાદથી સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે આ ભૂમિમાં અનેક સાધુ સંતોએ સનાતન ધર્મની રક્ષા આજે અનેક સત્કાર્યો કર્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની ધરતીના એવા પરમહિકારી કાળુબાપુ સૌરાષ્ટ્રની ધરતી પર શ્રદ્ધા વ્રતની જ્યોતિ પ્રચલિત કરીને સનાતન ધર્મનો પ્રચાર કરીને લોકોમાં ભજન ભક્તિ અને સત્સંગના બીજ રોપ્યાં છે.
એવા સૌરાષ્ટ્રના બગદાણા ધામના વાત કરીએ તો આપણે બધા જાણતા હશું કે બગદાણાનું નામ આવતાની સાથે જ આપણા દરેક લોકોના મોં પર બાપા સીતારામનું નામ યાદ આવી જતું હોય છે. પરંતુ આ પવિત્ર ધરતી પર સ્વીકારો બાપુની જેમ ને ધૂણી ધખાવી અને જીવોનું કલ્યાણ તેઓએ કર્યું છે.
કાળુ બાપુનું ધામ એટલે ભાવનગરના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ. આ ગામમાં બાપુનો આશ્રમ આવેલું છે અનેક ભક્તો બાપુના આશ્રમમાં દર્શન માટે આવે છે. અહીંયા બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે એ જ રીતે જલારામબાપા અને સતાધાર ઉપરાંત અનેક ધર્મોમાં અન્નક્ષેત્ર ચાલે છે.તેવી જ રીતે આ ધામમાં પણ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે.
બાપુના નેતૃત્વમાં અહીંયા ધાર્મિક પ્રસંગોની સાથે સાથે દર વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, અને આ આશ્રમના સંતની ખાસ વાત એ છે કે તેઓ બાપુનું જીવન એકદમ સરળ અને નિર્ગુણ છે.
અને જે સાધુનું જીવન હોવું જોઈએ તેવું આ બાપુનું જીવન છે તેવો કોઈ પણ વસ્ત્ર નહીં પરંતુ શરીર પર કંતાનના વસ્ત્રો અને હંમેશા મૌન રહે છે. અને તેઓ સદાય પોતાની કુટીરમાં ધ્યાન અવસ્થામાં રહે છે. મિત્રો કહેવાય છે કે બાપુએ ઘણા વર્ષોથી અન્ન નો દાણો મોઢામાં નાખ્યો નથી.