Home /News /bhavnagar /Bhavnagar News: રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવેણાનું 975મું દેહદાન, જાણો દેહદાન કરવું હોય તો શું છે પ્રક્રિયા! 

Bhavnagar News: રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવેણાનું 975મું દેહદાન, જાણો દેહદાન કરવું હોય તો શું છે પ્રક્રિયા! 

ભાવેણાનું 975 મુ દેહદાન

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસ ભવન દિવાનપરા રોડ, ભાવનગર ખાતે ૨૪ કલાક દરમ્યાન ચક્ષુદાન, દેહદાન ની સેવાઓ આપવામાં આવે છે. જેના ફોન નં.(૦૨૭૮) ૨૪૨૪૭૬૧/૨૪૩૦૭૦૦ તેમજ મો.નં. ૯૪૨૯૪૦૬૨૦૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

    Dhruvik gondaliya Bhavngar : કાનાડા ધીરજલાલ રેવા શંકર ઉંમર વર્ષ 90નું અવસાન થતાં સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ દેહદાનનું પુણ્યકાર્ય કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચક્ષુદાન દેહદાન વિભાગ દ્વારા અણમોલ દેહદાન નો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ આ પાર્થિવ દેહનેઇવા કોલેજ ઓફ આયુર્વેદ. સુપેડી ધોરાજી ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે પહોંચાડવામાં આવેલ.

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસ ભવન દિવાનપરા રોડ, ભાવનગર ખાતે ૨૪ કલાક દરમ્યાન ચક્ષુદાન, દેહદાન ની સેવાઓ આપવામાં આવે છે. જેના ફોન નં.(૦૨૭૮) ૨૪૨૪૭૬૧/૨૪૩૦૭૦૦ તેમજ મો.નં. ૯૪૨૯૪૦૬૨૦૨ ઉપર સંપર્ક કરી શકાય છે.


    ભાવનગર રેડ્ડોસની મહત્ત્વની સેવાઓ

    • ૨૪ કલાક ચક્ષુદાન-દેહદાન-અંગદાન સેવા. ૨૪ કલાક એમ્બ્યુલન્સ અને મેડીકલ ઓકસીજન સેવા. માત્ર રૂ।.૧૦/-માં ડોકટરની તપાસ અને ર દિવસની દવા તથા વિશિષ્ટ રોગ નિષ્ણાત ડોકટરની રાહતદરે તપાસ. ૭ ધો.૧૨ પાસ માટે આસી. નર્સિંગ-હેલ્થકેર એટેન્ડન્ટ અભ્યાસક્રમ (ભાઇઓ- બહેનો માટે) બાળકોનું તમામ રસીકરણ વિનામૂલ્યે તથા ટાઇફોઇડ તથા MMR રસી રાહતદરે મૂકવામાં આવશે.

    સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટર દ્વારા વિનામૂલ્યે તપાસ
    તથા વિનામૂલ્યે થેલેસિમીયા પરિક્ષણ. ૧૦ થી ૩૩ વર્ષ સુધીની અપરીણિત દિકરી-બહેનો માટે વિના મૂલ્યે રૂબેલા રસીકરણ. નેચરોપેથી કલીનીક (શુક્ર, શનિ, સોમ સવારનાં ૮ થી ૧૧) (મંગળ, બુધ, ગુરૂ બપોરના ૪ થી ૭) પ્રાથમિક સારવાર (FIRST AID)ના તાલિમ વર્ગો સર્ટીફિકેટ સાથે (ફી રૂ।.૫૫૦/-)

    રેડક્રોસ અંગદાન અભિયાન વિભાગ

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી - ભાવનગર જીલ્લા શાખા દ્વારા ચક્ષુદાન
    અને દેહદાનની સેવામાં રાજ્યમાં દ્વીતિય ક્રમ પ્રાપ્ત કરેલ છે. અને આ
    સેવાઓ સાથે આપણા દેશમાં લાખો લોકોઆને ઓર્ગન ફેલ્યોર થી જીવન
    તથા મૃત્યુ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે. આ બધાને કિડની, લિવર, હૃદય
    જેવા મહત્વના અવયવોની જરૂરિયાત છે. કોઇપણ વ્યકિતને ‘બ્રેઇન
    દેશ” થયા પછી “અંગદાન”ના માધ્યમથી અમૂલ્ય જીવનની ભેટ
    આપણે આપી શકીએ છીએ. ઇન્ડિયન રેસ્ક્રોસ સોસાયટી દ્વારા હવે પછી
    ૨૪ કલાક દરમિયાન અંગદાન સેવા ચક્ષુદાન અને દેહદાનની જેમજ
    સ્વિકારવામાં આવેલ છે. જેમાં આપણેસૌ સાથે મળીને જરૂરિયાતમંદ
    વ્યકિત સુધી આ સેવાઓ પહોંચે તે માટે મજબુત અને અભેદ સાંકળ
    બનવાનું કામ કરીશું, તેવી નમ્ર વિનંતી છે.

    આ અવયવોનું દાન કરવા શું કરવું પડે ?

    અવયવ દાન કરવા ઇચ્છતી વ્યકિતએ ઘરના દરેક સભ્યને આ ઇચ્છાની
    અગાઉથી જાણ કરવી જોઇએ. આ એટલા માટે જરૂરી છે કે જ્યારે બ્રેઇન ડેથ
    થાય ત્યારે જેટલું બને તેટલું ઝડપથી અવયવોનું દાન કરીને તેનું દર્દીઓમાં
    પ્રત્યારોપણ કરવાનું હોય છે. અને તે સમયે આપના સૌથી નજીકના
    કુટુંબીજને એક અગત્યનું હોય છે. અને તે સમયે આપના સૌથી નજીકના
    કુટુંબીજને એક અગત્યના ફોર્મ- દસ્તાવેજ પર સહી કરવાની હોય છે, જેથી
    કોઇ સંજોગોમાં અકસ્માતે મગજને ઈજા પહોંચે ત્યારે બ્રેઇન ડેથ
    (કેડેવર)માંથી આપના સંકલ્પ પ્રમાણે આપના અવયવોનું દાન લઇ
    શકાય.
    First published:

    Tags: Local 18, Organ donation, ભાવનગર

    विज्ञापन