Home /News /bhavnagar /108 Ambulance: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 15 વર્ષ, પીએમ મોદીએ શરૂ કરી હતી સેવા
108 Ambulance: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 15 વર્ષ, પીએમ મોદીએ શરૂ કરી હતી સેવા
108 એમ્બ્યુલન્સની મદદથી રોજ 3000 થી વધારે દર્દીઓને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.
ગુજરાતમાં 108 સેવાના અત્યાધુનિક 24 કલાક કાર્યરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કુલ 36,000 થી વધારે દેશ અને વિદેશીના નિષ્ણાતો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે તે તેનું મહત્વ પ્રદર્શિત કરે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandvia)એ આજે ભાવનગર (Bhavnagar) 108 ટીમની પાલીતાણા (Palitana) ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ 108 ના ટીમ (108 Ambulance)ના સભ્યો સાથે વાર્તાલાપ કરીને ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા માતાઓની સંભાળ અને નવજાત શિશુ અંગેના કાર્યની નોંધ લીધી હતી અને 108 ની ટીમ (108 Ambulance Team)ના કાર્યની પ્રશંસા કરી હતી.
આ સાથે તેમણે જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં 108 ટીમ દ્વારા અનેકવાર એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરવામાં આવે છે એ સમાચાર મળે એટલે મને દિલ્હીમાં ગૌરવ અનુભૂતિ થાય છે અને અન્ય રાજ્યોમાં તે અંગેના હું દ્રષ્ટાંત સાથેના ઉદાહરણો ટાંકું છું.
108 ની ટીમ કોઈપણ આપાત્કાલિન પરિસ્થિતિમાં સર્વોત્તમ કામગીરી કરતી આવી છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ 108 સેવાનું ઉત્તમ પ્રદાન રહ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં 75 માં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણી થઈ રહી છે ત્યારે 108 સેવાને પણ આજે 15 વર્ષ પૂર્ણ (108 Ambulance Service in Gujarat) થવા જઈ રહ્યાં છે તેનો આનંદ છે.
ગુજરાતના પોતાનાં પુત્ર અને પીએમ નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે શરૂ કરવામાં આવેલી 108 સેવાએ છેલ્લાં 15 વર્ષ દરમિયાન 1.36 કરોડ લોકોને કટોકટી સમયમાં છેવાડાના નાગરિકો મદદરૂપ બની છે. લોકોપ્રિયતા, વિશ્વસનિયતા, કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે.
તેમણે જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. જે આજે રાજ્યમાં વટવૃક્ષ બનીને 800 થી વધારે એમ્બ્યુલન્સ સેવા લોકોની સેવામાં સમર્પિત છે. જે રોજ 3000 થી વધારે દર્દીઓને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જે અનેક લોકોને નવજીવન આપે છે. જે શહેરી વિસ્તારોમાં 11 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 20 મિનિટમાં પ્રતિસાદ આપે છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ભારતમાં પ્રથમવાર 108 એર એમ્બ્યુલન્સ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં 108 સેવાના અત્યાધુનિક 24 કલાક કાર્યરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કુલ 36,000 થી વધારે દેશ અને વિદેશીના નિષ્ણાતો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે તે તેનું મહત્વ પ્રદર્શિત કરે છે.