Home /News /bhavnagar /Bhavnagar: 10 ધોરણ પાસ આ ખેડૂત કરે છે મોસંબીની ખેતી, પછી શું હવે કરે છે લીલાલેર, જાણો કેવી રીતે?

Bhavnagar: 10 ધોરણ પાસ આ ખેડૂત કરે છે મોસંબીની ખેતી, પછી શું હવે કરે છે લીલાલેર, જાણો કેવી રીતે?

X
મોસંબી

મોસંબી એ લોકલ ભાષામાં નારંગી તરીકે પણ ઓળખાય છે. 

તેઓએ આ મોસંબીના મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવ્યા હતા અને આ રોપ નું વાવેતર કરાયું હતું હાલ તેઓ સંતરા મોસંબી ની કલમ બનાવી વેચાણ પણ કરી રહ્યા છે  

Dhruvik gondaliya Bhavngar : ખેતીમાં દિન પ્રતિદિન હવે યુવા પેઢી જોડાઈ રહી છે.જેની સાથે હવે ખેતીમાં પરિવર્તન આવ્યું છે. ઓછાખર્ચે વધુ વળતર મળી શકે અને મહેનત ઓછી લાગેતે માટે ભાવનગર જિલ્લાના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. જ્યારે આ જેઝાદ ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં મોસંબી સંતરા નું વાવેતર કરવામાં આવ્યું છે તેઓ દ્વારા પોતાના બે વીઘા ખેતરમાં આ વાવેતર કરવામાં આવ્યું છે તેઓએ આ મોસંબીના મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવ્યા હતા અને આ રોપનું વાવેતર કરાયું હતું. હાલ તેઓ સંતરા-મોસંબીની કલમ બનાવી વેચાણ પણ કરી રહ્યા છે.

તેઓને આ મોસંબીના વાવેતરમાં આશરે બે વીઘામાંથી લાખો રૂપિયાની કમાણી મળી રહી છે કારણ કે મોસંબીના ભાવ 60થી 70 રૂપિયા કિલોએ વેંચાઇ રહ્યા છે.  હજુ પણ આવતા વર્ષે મોસંબી ના વાવેતરમાં વધારો કરવામાં આવશે તેવું આ ખેડૂતો દ્વારા ન્યુઝ 18 સાથે વાત કરાવતા જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં એક વિઘામાં અંદાજે 20 હજારથી 30 હજારનો ખર્ચ આવે છે, પરંતુ તેની સામે આવક પણ સારી એવી થતી રહે છે. આ સિવાય આ ખેડૂતે 10 ધોરણનો અભ્યાસ કર્યો છે.


મોસંબી એ લોકલ ભાષામાં નારંગી તરીકે પણ ઓળખાય છે. તાજગી અને સ્ફૂર્તિનો સ્ત્રોત એવું આ એક મહત્વનું ફળ છે. દેશના અન્ય ભાગોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ અને કર્ણાટક જેવા રાજ્યોમાં મોસંબીની ખેતી જ પ્રચલિત છે. ગુજરાત રાજ્યમાં પણ સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ વગેરે જિલ્લાઓમાં મોસંબીની ખેતી કરવામાં આવે છે પરંતુ, અન્ય રાજ્યોની સરખામણીમાં તેના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ઓછો છે.

રાજ્યનું હવામાન અને ચોક્કસ સમયનો ઉનાળો આ પાકની ખેતી માટેની ઉજ્જવળ તકો દર્શાવે છે. સુકા અને અર્ધસુકા વિસ્તારોમાં આ ખેતીનો વ્યાપ વધારી તેમાંથી આવક મેળવી શકાય તેમ છે.ઉનાળામાં એકંદરે સપ્રમાણ વાતાવરણ હોય અને વરસાદ ઓછો પડતો હોય ત્યાં સારી રીતે થઈ શકે છે. પિયતની સગવડ હોય તો વરસાદની ખાસ અગત્યતા રહેતી નથી પરંતુ, હવામાનમાં રહેલી આદ્રતાની મોટી અસર મોસંબીની વૃદ્ધિ ઉપર પડે છે. પશ્ચિમમાં જે વિસ્તારમાં જૂનથી સપ્ટેમ્બર માસમાં સરેરાશ ૬૦થી ૭૫ સેમી. વરસાદ પડતો હોય,



પિયતની સગવડતા હોય અને વધુમાં વધુ એપ્રિલ-મે માસમાં ૧૦૫ંથી ૧૦૮ં ફે અને શિયાળામાં ન્યુનત્તમ સરેરાશ તાપમાન ૪૦ં ફે. જેટલુ હોય તેવા સુકા અને ઓછા ભેજવાળા હવામાનમાં સારી રીતે થાયછે, દા.ત., મહારાષ્ટ્રના પૂના, અહમદનગર અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓ.વધુ પડતો વરસાદ અને વધુ પડતું ભેજવાળું હવામાન મોસંબીને માફક આવતું નથી. જેથી કોંકણ, કેરાલા, મૈસૂર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને દક્ષિણ ગુજરાતમાં બરાબર થતી નથી.

આવા પ્રદેશોમાં ઝાડ વર્ષમાં ગમે ત્યારે અનિયમિતપણે ફૂલ આપે છે. ફળો પૂરતો રંગ ધારણ કરતા નથી અને બરાબર પાક્તા નથીપરિણામે ફળ સ્વાદમાં ફિક્કા રહે છે. મોસંબીના ઝાડને ઓછા ઉષ્ણતામાન, હિમ, વધારે ઉષ્ણતામાન તથા વધારે પવનથી તુરત જ નુકસાન થતું હોવાથી વાવેતરની જગ્યા નક્કી કરતા પહેલા ઉપરના બધા જ પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી છે. નારંગીનું ફળ તેના રસને કારણે એટલું સ્વાદિષ્ટ હોય છે કે તે સીધુ જ ખાવાના ઉપયોગમાં લેવાય છે.



હવામાન

આમ તો મોસંબીને દરેક પ્રકારનું હવામાન માફક આવે છે પરંતુ, સુકું, ચોક્કસ સમયનો ઉનાળો અને ઓછા વરસાદ સાથેના શિયાળાવાળું હવામાન આપાકને વધારે અનુકૂળ આવે છે. છોડના વિકાસ માટે વાતાવરણમાંનો ભેજ પણ મહત્વનો ભાગ ભજવે છે.

જમીન

ભારે કાળીથી લઈ હલકી રેતાળ જમીનમાં પણ આ પાક સહેલાઈથી થાય છે પરંતુ ૬થી ૮ પી.એચ. ધરાવતી કોઈપણ જમીનમાં આ ખેતી શકય છે. આ પાક વધુ પડતા ક્ષાર અને પાણીના ભરાવાથી સંવેદનશીલ હોવાથી આવા પરિબળો પાકને વિપરીત અસર કરે છે.



સંવર્ધન

મુખ્યત્વે કલિકારોપણથી સંવર્ધન કરવામાં આવે છે. આ માટે રંગપુર લાઈમ, કરનાકટ્ટા અથવા જગ્બેરીના એક વર્ષ જૂના છોડ ઉપર પસંદગીની જાતની આંખ ચઢાવવી. આંખ ચઢાવવા માટે જુલાઈ-સપ્ટેમ્બર માસનો સમયગાળો પસંદ કરવો.

રોપણી

એપ્રિલ-મે માસ દરમિયાન ૧/૧/ ૧ મીટરના માપના ૬/૬ મીટરનાં અંતરે ખાડા કરવા, તેમાં અડધી માટી + ૮થી ૧૦ તગારા રેતી+૨૦થી ૩૦ કિલોગ્રામ છાણિયું ખાતર મિશ્ર કરી ભરી દેવું. ચોમાસુ બેસતાં જ ધરુવાડિયાના તૈયાર છોડ લાવી તેમાં રોપણી કરવી.

છાંટણી

ધરુવાડિયામાંથી જ અમુક સેમી.ના અંતરે ભેગી થઈ ગયેલી ડાળીઓ દૂર કરવી. પ્રથમ વર્ષે લગભગ અડધા મીટર સુધીની સારી ડાળીઓ સિવાયની બાકીની નકામી ડાળીઓ કાઢી નાખવી. ત્યારબાદ બાકીના વર્ષે બેથી ત્રણ મહિને એક વાર છાંટણી કરવી. પુખ્ત છોડને છાંટણી નહિવત્ હોય છે. રોગ અને જીવાતયુક્ત ડાળીઓ વાડીમાંથી દૂર કરવી.

આંતરપાકો

આ પાકમાં રજકો, સેજી જેવા ઘાસચારા તેમજ મગ, મઠ, તુવેર જેવા કઠોળ અને ભીંડા, ગુવાર જેવા શાકભાજીના પાકો આંતરપાકો તરીકે લઈ વાડીમાંથી વધારાની આવક શરૂઆતના ચાર વર્ષ સુધી લઈ શકાય છે.

પિયત

રોપણી બાદ તુરત જ એક ભારે પાણી આપ્યા બાદ જમીનની પ્રકૃતિ અને પાણીના સ્ત્રોત પ્રમાણે દસ-બાર દિવસના અંતરે પાણી આપવું.

ખાતર

પ્રથમ વર્ષે છોડ દીઠ ૨૦-૨૫ કિગ્રા. છાણિયું ખાતર તેમજ ૯૦ ગ્રામ નાઈટ્રોજન+ પોટાશ + ફોસ્ફરસનું મિશ્રણ આપવું. આ માત્રા ધીરે-ધીરે વધારીને સાતમા વર્ષે ૫૦ કિગ્રા. છાણિયું ખાતર + ૪૫૦ ગ્રામ નાઈટ્રોજન + પોટાશ + ફોસ્ફરસનું મિશ્રણ મળી (પ્રતિ છોડ) રહે તેમ કરવું. છાણિયા ખાતરને
First published:

Tags: Local 18, ખેડૂત, ભાવનગર

विज्ञापन