Home /News /bhavnagar /રાજકોટમાં રાત્રે 3 ઇંચ વરસાદ,મગફળીનું ધોવાણ,રાજ્યમાં 10ના મોત

રાજકોટમાં રાત્રે 3 ઇંચ વરસાદ,મગફળીનું ધોવાણ,રાજ્યમાં 10ના મોત

    રાજકોટમાં ગતરાત્રે વરસાદ ખાબક્યો છે.રાજકોટ તેમજ આસપાસના ગામોમાં ગતરાત્રે મૂશળધાર વરસાદ પડ્યો હતો.3 ઈંચ વરસાદથી શહેરીજનોએ ગરીમીથી રાહતનો શ્વાસ લીધો છે.

    રાજકોટના બેડી ગામ ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો પડેલો માલ પલડી ગયો હતો. ખેડૂતોને મોટુ નુકશાન  થવા પામ્યું હતું.યાર્ડમાં પડેલી ખેડૂતોની મગફળીનું ધોવાણ થયું હતું.

    ગઇકાલે વીજળી પડવાના કારણે દાહોદ જિલ્લમાં 5 , ભરૂચ અને નર્મદા જિલ્લામાં 2, જેતપુરમાં 1, કામરેજ તાલુકાના ટીંબા ગામે 2 અને રાજકોટ જિલ્લામાં 1 બાળકીનું મોત થયું હતું. આ ઉપરાંત 5 પશુનાં પણ મોત થયાં હતાં. અનેક ઠેકાણે મકાનો અને માર્ગો પર વૃક્ષો પડી ગયા હતા.

    First published:

    Tags: ચોમાસુ, મોત, વરસાદ