Home /News /bharuch /Bharuch: એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી યુવકે આલૂપુરીનો વ્યવસાય શરૂ કર્યો, આવક જાણી ચોંકી ઉઠશો

Bharuch: એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી યુવકે આલૂપુરીનો વ્યવસાય શરૂ કર્યો, આવક જાણી ચોંકી ઉઠશો

X
યુવાને

યુવાને પોતાના શોખને વ્યવસાય બનાવ્યો...

ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે નારાયણ નગર 3 સોસાયટીમાં રહેતો 27 વર્ષીય જયમીન સુરેશ સોલંકી શક્તિનાથ કોર્ટ સ્થિત ઓમકારનાથ હોલ નજીક સુરતી આલુપુરીનું સ્ટોલ ચલાવી પોતાની રોજગારી મેળવે છે.

Aarti Machhi, Bharuch: વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતનો ઉત્તમ ઉદાહરણરૂપ દાખલો ભરૂચ શહેરના નારાયણ નગર-3માં રહેતા જયમીન સોલંકી છે જેણે પોતાની માતાએ તેઓના પુત્રની કુકિંગ પ્રત્યેની રુચિ જોઈ તેને આલુપુરી સહિતની વાનગી બનાવતા શીખવાડ્યું હતુ. પરંતુ પુત્રની પકડ આલુપુરી પર વધુ હોવાથી માતાએ તેને આલુપુરી બનાવવા જ આગ્રહ કર્યો અને યુવાનને ત્યાંથી પોતાના આત્મ નિર્ભર થવાનો પ્રવાસ શરૂ કર્યો હતો.

ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે નારાયણ નગર 3 સોસાયટીમાં રહેતો 27 વર્ષીય જયમીન સુરેશ સોલંકી શક્તિનાથ કોર્ટ સ્થિત ઓમકારનાથ હોલ નજીક સુરતી આલુપુરીનું સ્ટોલ ચલાવી પોતાની રોજગારી મેળવે છે. યુવાને ધોરણ 12 કોમર્સ કર્યા બાદ ભરૂચની એમ કે કોલેજ પ્રવેશ મેળવ્યો હતો. 2 વર્ષ કોમર્સનો અભ્યાસ કર્યા બાદ યુવાને સુરતની મજૂરાગેટ વિસ્તારમાં આવેલ કોલેજમાં MMCP એટલે કે મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટનો 2 વર્ષનો કોર્ષ કર્યો હતો. દરમિયાન 6 મહિના પછી રીઝલ્ટ આવવાનું હોય યુવાને આલૂપુરીનો વ્યવસાય શરૂ કર્યો હતો.

જો કે ત્યારબાદ યુવાને ભરૂચની કે જે પોલીટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનયરિંગમાં એડમિશન લીધું હતુ. અભ્યાસમાં યુવાનને સમય ન મળતાં યુવાને અભ્યાસ છોડી સંપૂર્ણ ધ્યાન આલુપુરીના વ્યવસાય પર આપ્યું હતું. વર્ષ 2016માં માત્ર 21 વર્ષની વયે જયમીન સોલંકીએ આલુ પૂરી બનાવી વેચવાનું શરુ કર્યું હતું. યુવાને સાંજે 4 કલાકથી 9 કલાક સુધી આલુપુરીનો સ્ટોલ ખુલ્લો રાખે છે. 5 કલાકમાં 200થી વધુ ગ્રાહકો આલુપૂરી આરોગવા માટે આવતા હોવાનું યુવાને જણાવ્યું હતુ.

યુવાને આલૂપુરીના વ્યવસાય અંગે જણાવ્યું હતુ કે આલુપુરી બનાવવાનો તેનો શોખ હતો. તેને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો છે. આલુપુરીના વ્યવસાયમાં જેટલી આવક થાય છે તેટલી આવક કદાચ એન્જિનયરિંગના અભ્યાસ બાદ નોકરીમાં ન મળત. તો પોતાનો ધંધો હોય યુવાને કહ્યું હતુ કે પોતાના રીતે જ્યારે પણ રજા જોઈએ ત્યારે લઈ શકે છે. તો પરિવારમાં રહેતા સદસ્યોમાં માતાએ ફૂલ સપોર્ટ કર્યો છે. ઘરના અન્ય સદસ્યો બહેન, પપ્પા તેમજ લગ્ન કર્યા બાદ પત્નીનો સારો સપોર્ટ મળ્યો છે.

એક દિવસમાં 6 થી 7 હજાર મળે છે. આમ જોવા જાય તો સામગ્રી કાઢતા યુવાનને એક દિવસમાં 2500 થી 3000 રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું. તો મહિના માં 60 થી 70 હજારની આવક મળતી હોવાનું કહ્યુ હતુ. અત્યાર સુધી વ્યવસાયમાં ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવ્યો. માત્ર ચોમાસાની સિઝન દરમિયાન વ્યવસાય ઠંડો થઈ જતો હોવાનું યુવાને જણાવ્યુ હતુ.
First published:

Tags: Bharuch, Buisness, Employment, Local 18