Home /News /bharuch /Bharuch: ગુલાબ પછી બીજા ક્રમનાં છે વીજળી ફૂલ, 12 ધોરણ ભણેલા ખેડૂત કરે ખેતી

Bharuch: ગુલાબ પછી બીજા ક્રમનાં છે વીજળી ફૂલ, 12 ધોરણ ભણેલા ખેડૂત કરે ખેતી

X
મંગલેશ્વર

મંગલેશ્વર ગામના યુવા ખેડૂતે ઉગાડ્યા વીજળી ફૂલ

ભરૂચ જિલ્લાનાં મંગલેશ્વર ગામના યુવા ખેડૂતે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ વીજળીના ફૂલની ખેતી માફક આવતા ખેતીમાં ઝપલાવ્યું છે.વડોદરાથી ફૂલનાં છોડ લાવી ખેતી કરે છે.વીઘામાં 10 હજારનો ખર્ચ થયા છે અને 25 હજારથી વધુની આવક મળી રહે છે.

Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામમાં રહેતા ખેડૂત અક્ષયભાઈ રમેશભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી વીજળી ફૂલની ખેતી કરે છે. છ વીઘા જમીનમાં ફૂલની ખેતી કરી રહ્યા છે. ધોરણ 12 પાસ ખેડૂત રોકડિયા પાકની ખેતીમાંથી સારી આવક મળી રહે છે. શિયાળામાં થતા આ ફૂલમાં ખેડૂતને સારું ઉત્પાદન મળી રહે છે.

ડેકોરેશનથી લઈ અનેક પ્રસંગોમાં આ ફૂલનો ઉપયોગ

ખેડૂત વડોદરાના અવાખલથી વીજળી ફૂલના છોડ લાવે છે. ખેડૂત એક છોડ એક રૂપિયામાં લઈને આવે છે. તમારું મન ખુશ કરી દે તેવા વીજળી ફૂલ લગ્ન ગાળામાં વપરાય છે. ડેકોરેશનથી લઈ અનેક પ્રસંગોમાં આ ફૂલનો વપરાશ કરવામાં આવે છે.





ખેડૂત ઓછી મહેનતે વધુ આવક મેળવે છે

વીજળી ફુલના છોડ લાવ્યા બાદ એક થી દોઢ મહિનાના ગાળા વીતી ગયા પછી ફૂલ ઉગવાની શરૂઆત થાય છે. તેઓ ખાતરનો પણ વપરાશ કરે છે. આ છોડ ત્રણ મહિનામાં સુકાઈ જાય છે. ત્યારબાદ બીજા છોડ લાવવાની જરૂર પડે છે.ખેડૂતને એક દિવસના 15 કિલો ફુલ મળે છે. જેનો બજારભાવ કિલોના રૂપિયા 50 મળે છે. 1 વીઘામાં ખેડૂતને કુલ ખર્ચો 10 હજાર થાય છે. પાછળ તેને 25 હજારથી વધુની આવક મળી રહે છે.



ખેડૂત જાતે જ ફૂલોને તોડીને માર્કેટમાં આપે છે

ખેડૂત અક્ષય પટેલે જણાવ્યું હતું કે, તેઓ મંગલેશ્વર ગામમાં રહે છે. તેઓને રોકડીયા પાક ફૂલની ખેતી વધારે ગમે છે. તેઓના ત્યાં હાલ વીજળી ફુલ સારા પ્રમાણમાં થયા છે.


આ ખેતી ખર્ચાળ છે પણ ખેડૂતને તેને સારી આવક મળી રહે છે. તેઓ ફૂલને તોડવા માટે મજૂર રાખતા નથી. તેઓ જાતે જ તેને તોડીને માર્કેટમાં આપવા માટે જાય છે.


વ્યાપાર કરતા ખેડૂતો માટે વીજળી ફૂલ મહત્વના

ફૂલોની વ્યાપારી ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે વીજળી ફૂલ અગત્યનું સ્થાન ધરાવે છે. આર્થિક ધોરણે ગુલાબ પછી વીજળી એટલે કે સેવંતી બીજા ક્રમે આવે છે. આ સેવંતી એટલે કે વીજળીને ફૂલોની રાણી પણ કહેવામાં આવે છે. સીઝનલ સેવંતીને વીજળી તરીકે ઓળખાય છે.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Flower, Local 18

विज्ञापन