Home /News /bharuch /Bharuch: રેવાને કાંઠે “ગંગા”બેનની મહેનત રંગ લાવી, ખેતીમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવ્યું

Bharuch: રેવાને કાંઠે “ગંગા”બેનની મહેનત રંગ લાવી, ખેતીમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવ્યું

X
ઝઘડિયા

ઝઘડિયા તાલુકામાં ટીંડોળાના પાકમાં ઓછી મહેનતે સારું ઉત્પાદન

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાના મહિલા ખેડૂત શિક્ષિત નહીં હોવા છતાં ટીંડોળાની ખેતી કરી રહ્યાં છે અને ઓછી મહેનતે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જેઓ અન્ય મહિલા ખેડૂત માટે પ્રેરણાદાયી બન્યા છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠાના ખેડૂતો ગિલોડા(ટીંડોળા)ની ખેતી કરતા આવ્યા છે. હાલમાં પણ આ ખેતી સાથે કેટલાક ખેડુતો સંકળાયેલા છે.ટીંડોળા ખેતી માટે જુના બોરભાઠા, છાપરા, માંડવા, સરફુદ્દીન, ખાલપીયા સહિતના ગામના ખેડૂતો મંડપ આધારિત ખેતી કરે છે.

પતિનો સાથ મેળવી મહિલા ખેડૂતે ખેતીમાં ઝપલાવ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા તાલુકામાં રહેતા મહિલા ખેડૂત ગંગાબેન નગીનભાઈ પટેલ શિક્ષિત નહીં હોવા છતાં છેલ્લા નવ વર્ષથી ટીંડોળાની ખેતી કરે છે. ઉનાળા અને ચોમાસાના સમયમાં ટીંડોળાની ખેતીમાં વધારે ઉત્પાદન જોવા મળે છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉંચેડિયા ગામના ગંગાબેન પટેલ પતિની સાથે ખેતી કરતા થયા છે. એક મહિલાએ પતિના સાથ સહકારથી ટીંડોળાની ખેતીમાં ઝપલાવ્યું છે.



50 હજારના ખર્ચે મંડપ ઊભો કર્યો

મહિલા ખેડૂત ગંગાબેન નગીનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ વતની ઉચેડિયાના છે. તેઓ દોઢ વીઘા જમીનમાં ગિલોડા એટલે ટીંડોળાની ખેતી કરી રહ્યા છે.



તેઓ 175 તાડીયા લાવી 50 હજારના ખર્ચે મંડપ ઊભો કર્યો છે. દોઢ વીઘા જમીનમાં 800 ગાંઠનું વાવેતર કરે છે. ત્યારબાદ 6 મહિના પછી ટીંડોળાના પાકની શરૂઆત થઈ જાય છે.



ટીંડોળાના પાકમાં ઓછી મહેનતે સારું ઉત્પાદન

દોઢ વીઘાની અંદર જેવું ટીંડોળા ઉગવાની શરૂઆત થાય છે. એટલે દરેક દિવસના આતરે પાંચ મણ પાક નીકળે છે.



મહિલા ખેડૂત તેઓના પતિ સાથે અંક્લેશ્વર માર્કેટમાં વેપારીઓને આપવા માટે જાય છે. ટીંડોળાના પાકમાં ઓછી મહેનતે તેઓને સારું ઉત્પાદન મળે છે. અને મહિલા ખેડૂત સારી આવક મેળવે છે.



અન્ય મહિલા ખેડૂતોની રાહબર એટલે ગંગા પટેલ

મહિલા ખેડૂતની મહેનત ટીંડોળાની ખેતીમાં ઉત્તમ ઉત્પાદન આવક ઉપજાવે છે અને અન્ય મહિલાઓને ગંગાબેન પટેલ રાહબર બન્યા છે.



ત્યારે અન્ય ક્ષેત્રો જે રીતે મહિલાઓ આગળ વધી છે તે મુજબ જ આધુનિક ખેતીમાં પણ મહિલાઓ પાછળ રહી નથી જેનો ગંગાબેન પટેલ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Local 18

विज्ञापन