Aarti Machhi, Bharuch : શિયાળામાં પાલકની લીલી શાકભાજી આરોગ વાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. પાલકમાં વિટામીન એ, બી, સી, મેગ્ને શિયમ, સોડિયમ કેલ્શિયમ, ફોસ્ફરસ લોહ તત્વ ભરપૂર હોય છે. જે શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. પાલક લોહીમાં રક્ત કણોને વધારે છે, સાથે વધારેમાં વધારે એમિનો એસિડ પૂરું પાડે છે. પાલકના લીલા પાંદડાની વાત કરીએ તો એમાં એક એવું તત્વ છે જે પ્રાણીમાત્રના વૃદ્ધિ અને વિકાસ કરે છે. મગજની શક્તિમાં વધારો કરે છે.
પાલકના ફાયદા નહિ જાણનાર મહિલા ખેડૂત કરે છે ખેતી
પાલકના ફાયદા નહીં જાણનાર ભરૂચ જિલ્લાના કેટલા ખેડૂતો અજાણમાં પણ તેની ખેતી કરતા થયા છે અને ઓછા બિયારણે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના ઉંચેડીયા ગામ ખાતે રહેતા ગંગાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સવારથી ગંગાબેન અને તેના પતિ સાથે ઝઘડિયા ભાઠામાં આવેલા ખેતરે આવી ખેતી કરે છે.
મંદિરના ભક્તો માટે કરે છે પાલકનું દાન
દાન પુણ્યમાં માનતા ગંગાબેન પટેલે તેઓના ખેતરને અડીને આવેલા મંદિરમાં ચાલતા અન્નકૂટમાં મંદિર આવનાર સૌ કોઈ ભક્તો,નર્મદા પરિક્રમા વાસીઓને અન્નકૂટ થકી પ્રસાદી મળી શકે તે માટે પાલકની લીલીભાજી ખાસ વાવણી કરે છે.
500 ગ્રામ પાલકની વાવણીમાં 50 કિલોથી વધુનો પાક ઉતરે છે
મહિલા ખેડૂત 500 ગ્રામના પેકેટમાં પાલક લાવે છે, જેઓ ખેતરમાં એક ક્યારામાં વાવણી કરે છે. આ ક્યારામાં એક મહિનામાં તૈયાર થતા પાલકને તેઓ ત્રણથી ચાર વાર કાપણી કરી મંદિરમાં આપતા હોય છે.
ભાઠા વિસ્તારમાં પાલકનું ઉત્પાદન બમણું મળે છે
મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે, પાલક એક મહિનામાં જ તૈયાર થઈ જતો હોવાથી તેનો ઉત્પાદન પણ એટલી જ માત્રામાં મળતું હોય છે. પાલક રોકડીયો પાક હોવાથી માર્કેટમાં તેનો સારો ભાવ મળે છે.જેથી ભાઠા વિસ્તારમાં અન્ય ખેડૂતો જો પાલકની ખેતી કરે તો તેઓ પણ વધુ ઉત્પાદન સાથે આર્થિક રીતે પણ પગભર થઈ શકે તેમ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Donation, Local 18