Home /News /bharuch /Bharuch Police: ભરુચઃ ગોલ્ડન બ્રિજ પરથી પરિણીતાએ અઢી વર્ષની દીકરીની નજર સામે લગાવી મોતની છલાંગ
Bharuch Police: ભરુચઃ ગોલ્ડન બ્રિજ પરથી પરિણીતાએ અઢી વર્ષની દીકરીની નજર સામે લગાવી મોતની છલાંગ
ભરુચમાં મહિલાનો આપઘાત
Bharuch Suicide: ભરુચમાં પરિણીતાએ પોતાના પતિ અને અઢી વર્ષની દીકરીની નજર સામે નર્મદા નદીમાં કૂદકો મારીને મોતને વહાલું કર્યું છે. મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મહિલાના મૃતદેહને શોધવા માટે પણ ફાયર બ્રિગેડની ટીમ તપાસ કરી રહી છે.
ભરુચઃ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે મહિલાએ નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ગોલ્ડન બ્રિજ પર દીકરી સાથે પહોંચેલી મહિલાએ નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે. મહિલાના મૃતદેહની શોધખોળ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. મહિલાએ આપઘાત શા માટે કર્યો તે દિશામાં પણ પ્રાથમિક તપાસ કરવામાં આવશે.
મહિલા કોણ હતી તેણે શા માટે નદીમાં છલાંગ લગાવી તે સહિતના સવાલોના જવાબ પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે. ઘટના અંગે જાણ થતાં અહીંથી પસાર થતા લોકો અટકી ગયા હતા અને બનાવ અંગે જરુરી જગ્યાઓ પર જાણ કરવામાં આવી હતી. આ પછી ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે અહીં હાજર લોકોની સાથે વાતચીત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પાલિકાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા નદીમાં મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં બોટ લઈને છલાંગ લગાવનારી મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે.
અઢી વર્ષની દીકરીની નજર સામે જ લગાવી છલાંગ
મહિલાએ તેના પતિ અને અઢી વર્ષની દીકરીની નજર સામે જ નદીમાં મોતની છલાંગ લગાવી છે. જેના કારણે આ કોઈ ઘરકંકાશનો કેસ છે કે પછી કોઈ અન્ય મુદ્દો આ ઘટના પાછળ રહેલો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના પતિની આ અંગે વધુ પૂછપરછ કરીને પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરી રહી છે.
શું ઘરકંકાશના કારણે ભર્યું પગલું?
પોલીસે હાલ મહિલાનો મૃતદેહ શોધવા સહિતની તપાસ શરુ કરી છે, આ કેસમાં મહિલાએ ભરેલા પગલા અંગે તેના પરિવારના સભ્યો સહિતની પૂછપરછ કરવામાં આવી શકે છે. બનાવ દરમિયાન હાજર પતિની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવશે.