Home /News /bharuch /Bharuch: શિયાળો જામતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પોંક હાટડીઓ પર ભીડ, જાણો ભાવ

Bharuch: શિયાળો જામતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પોંક હાટડીઓ પર ભીડ, જાણો ભાવ

X
સ્વાદિષ્ટ

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પોંકનું ભરુચ- અંકલેશ્વરમાં આગમન...

શિયાળા ઋતુની શરૂઆત થતાની સાથે જ ભરુચ - અંક્લેશ્વર હાઇવે પર પોંકનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.પોંકના કિલાના 600 રૂપિયા છે. ચાલુ વર્ષે ઓછું ઉત્પાદન થતા ભાવમાં વધારો થયો છે.

Aarti Machhi, Bharuch: સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પોંકનું ભરુચ- અંકલેશ્વરમાં આગમન થઈ ચૂકયું છે. ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તાર અને ભરુચ અંક્લેશ્વર હાઇવે ઉપર પોંકનું વેંચાણ શરૂ થયું છે. દક્ષિણ ગુજરાતમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે.

પોંકનો ભાવ કિલોના રૂપિયા 600

ભરુચ જિલ્લામાં જુવારના પાકમાંથી આ પોંક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે આ પોંકનો ભાવ કિલોના રૂપિયા 600 છે.પોંક ખાવા માટે ભરૂચી વાસીઓ એક વર્ષ સુધી રાહ જોતા હોય છે.જુવારના દંડાને કાપી તેને ભઠ્ઠીમાં નજીવી ગરમી આપવામાં આવતા જ પોંક તૈયાર થઈ જાય છે.



જુવારના દુંડામાંથી પોંકનો દાણા વેડફાઈ ન જાય તે માટે એક કાપડની મોટી કોથળીમાં તેને એક લાકડી વડે જાટકી દેવામાં આવે છે. તેથી દાણા કોથણીમાં એકત્ર થાય છે. પોંકના દાણાને સુપડાથી અલગ ટાળવી તેનું વેચાણ કરવામાં આવે છે.



ચાલુ વર્ષમાં યોગ્ય ઉતાર નહીં આવતા પોંકના ભાવોમાં વધારો

હાલમાં અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી ભરૂચ સુધી અને ત્યાંથી વડોદરા સુધી પોંકનું વેચાણ થાય તે તેમાં પણ અંકલેશ્વરના પોંકનો સ્વાદ સૌથી સ્વાદિષ્ટ હોય છે. જોકે, ચાલુ વર્ષમાં યોગ્ય ઉતાર નહીં આવતા પોંકના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પોંકના કિલોનો ભાવ 600 રૂપિયા છે.



ગડખોલ પાટિયાથી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધી પોંકની હાટડીઓ

નર્મદા નદી કાંઠે આવેલા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ જુના કાસીયા, જુના છાપરા સહિતના ગામમાં ખેડૂતો પોંકની ખેતી કરે છે. વાણીમાંથી પોંક તૈયાર થાય છે, જેને આલુ સેવ સાથે ભેળવી તેનો સ્વાદ ચાખવામાં આવે છે. અંકલેશ્વર- ભરૂચ માર્ગ ઉપર ગડખોલ, પાટિયાથી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધી પોંકની હાટડીઓ જોવા મળે છે.
First published:

Tags: Bharuch, Diet food, Local 18