Home /News /bharuch /Bharuch: ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરની BCCIની યાદીમાં આવેલી બલેશ્વરની મુસ્કાન વસાવા કોણ છે?

Bharuch: ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરની BCCIની યાદીમાં આવેલી બલેશ્વરની મુસ્કાન વસાવા કોણ છે?

X
બલેશ્વર

બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવા ડોમેસ્ટિક ઈન્ટર સ્ટેટ કિકેટમાં ઝળકી

ઝઘડિયાનાં બલેશ્વર ગામની મુસ્કાન વસાવાનો BCCI એ બહાર પાડેલી ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ડ બોલરની યાદીમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. પુત્રીનો ક્રિકેટ પ્રેમ જોઇને પિતાએ ખેતરને ક્રિકેટનાં મેદાનમાં ફેરવી દીધું છે.

Aarti Machhi, Bharuch: ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાએ હૈદરાબાદ ખાતે ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી BCCI ની ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઈન્ટરસ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. સમગ્ર ભારતમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટરસ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાઈ છે.

ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં સમાવેશ

હાલમાં ઈન્ટરસ્ટેટ કિક્રેટની મેચ ભારતના હૈદરાબાદ ખાતે રમાઈ હતી. આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગ દરમ્યાન ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં સમાવેશ કરવામાં આવ્યો હતો.



બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી હતી.આ ટોપ 10 ખેલાડીની યાદીમાં ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.



મુસ્કાનનાં પિતાએ ખેતરમાં મેદાન બનાવ્યું

મુસ્કાન વસાવા અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી- 20 માં સિલેક્શન થયું હતું.ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી.ત્યારબાદ ઈન્ટરસ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.



મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ મુસ્કાનનો કિક્રેટ પ્રત્યેનો લગાવ જોઈને ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. બલેશ્વર સ્થિત ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના 70થી પણ વધુ મેન- વુમન ખેલાડીઓ મફત કોચિંગ લઈ રહ્યા છે.
First published:

Tags: Bharuch, Cricketers, Indian Women Cricket Team, Local 18, Player