ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા જાઓ તો જરા સાચવજો. કારણે કે અહીં તમારી સારવાર ડૉક્ટર નહી પણ સિવિલનો સ્વીપર કરશે. આંચકો લાગ્યોને પણ આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
જરા ધ્યાનથી જુઓ વીડિયોના દ્રશ્યો. સિવિલ હોસ્પિટલના નર્સ અને મેડિકલ એટેન્ડન્ટ ખુરશી ઉપર આરામ ફરમાવે છે, અને એક સ્વીપર દર્દથી કણસતા યુવાનની માથાના ભાગે પહોંચેલી ગંભીર ઈજાઓની સારવાર કરે છે. ગઈકાલે બપોરના સુમારે ૧૦૮ દ્વારા રવિ વર્મા નામના યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. રવિ ભરૂચ - વડોદરા વચ્ચે ટ્રેનમાંથી પટકાયો હતો જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે દર્દથી કણસતો હતો અને દર્દથી રાહત આપવા માટે બૂમો પાડતો હતો.
આ તબીબ સિવિલ હોસ્પિટલના ટ્રોમામાં પહોંચ્યો ત્યારે સારવાર આપવા તબીબના સ્થાને સ્વીપર પહોંચ્યો હતો. સ્વિપરે ન માત્ર ઈલાજ કર્યો પણ ટાકા પણ લઇ લીધા. આ વિડીયો વાઇરલ થતા ઉહાપોહ મચ્યો છે. સિવિલ હોસ્પિટલ આર એમ ઓ દ્વારા મામલાને લઇ તપાસના આદેશ કરાયા છે અને તપાસ સમિતિની રચના કરાઈ છે. જે ૩ દિવસમાં સહિત ઇન્ચાર્જ તબીબ, પીડિત અને સ્ટાફના નિવેદન લઇ અહેવાલ સિવિલ સર્જનને સોંપશે જે સરકારમાં રજુ કરાયા બાદ આ ગંભીર બેદરકારી પાછળના કસુરવાર સામે પગલાં ભરવામાં આવશે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબો નહિ પણ સ્વીપર દર્દીઓના ઈલાજ કરે છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રેનમાંથી પટકાયેલા યુવાનની માથાની ગંભીર ઈજાઓની સારવાર એક સ્વિપરે કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે. મામલે તપાસના આદેશ થયા છે.
ભરૂચ આર.એમ.ઓ. ડો. એસ આર પટેલે કહ્યું કે, ગઈકાલની ઘટનામાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે જવાબદાર કસૂરવાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે આજે ઓફિસમાં જાણ કરાઈ છે મેમો ઇસ્યુ કરવા માટે, સ્વીપરને ટાંકા મારવા આપી શકાય નહિ. ફરજ પરના ડોકટરે આદેશ આપ્યો હોઈ શકે છે.