Home /News /bharuch /Bharuch: વાગરામાં બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં લાકડાવાડી, CCTV આવ્યા સામે

Bharuch: વાગરામાં બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં લાકડાવાડી, CCTV આવ્યા સામે

X
જૂની

જૂની અદાવતે ભાજપ અને કોંગ્રેસના બે જૂથ વચ્ચે ઘર્ષણ, સામે આવ્યા CCTV

વાગરા તાલુકાના કોંગ્રેસના પરાજિત ઉમેદવારના જોલવા ગામથી જૂની અદાવતે બે જૂથો વચ્ચે ઘર્ષણના CCTV સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને જૂથો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે તૂટી પડતા 5 જેટલા લોકોને ઇજા પણ પોહચી છે.

Aarti Machhi, Bharuch: વાગરા તાલુકાના કોંગ્રેસના પરાજિત ઉમેદવારના જોલવા ગામથી જૂની અદાવતે બે જૂથો વચ્ચે ઘર્ષણના CCTV સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને જૂથો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે તૂટી પડતા 5 જેટલા લોકોને ઇજા પણ પોહચી છે.

જૂની અદાવતે ભાજપ અને કોંગ્રેસના બે જૂથ સામ સામે આવ્યા

સીસીટીવી અને પ્રાથમિક માહિતી મુજબ જોલવા ગામે કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની કાર ભાજપના આગેવાન દેવેન્દ્ર પ્રજાપતિના પાણીના પ્લાન્ટ પાસે પાર્ક કરી હતી. જેને લઈ ધીંગાણું સર્જાયું હોવાના અહેવાલો હાલ તો સામે આવ્યા છે.જૂની અદાવતે ભાજપ અને કોંગ્રેસના બે જૂથ સામ સામે આવી ગયા હતા. હાથમાં દંડા અને બેટ તેમજ ઈંટ લઈ યુવાનો તેમજ મહિલાઓ એક બીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હોવાના સીસીટીવી આવ્યા હતા. જેમાં દેવેન્દ્ર પ્રજાપતિએ 4 થી 7 યુવાનો ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે.

કોંગી આગેવાન અને ઉમેદવારના ભત્રીજા ઉપર ચપ્પુથી હુમલો કરાયો હોવાની વાતો વહેતી થઈ

તો બીજી તરફ સુલેમાન પટેલના ડ્રાઈવરને માર મારી કારની તોડફોડ કરાયા હોવાની વિગતો પણ બહાર આવી છે. કોંગી આગેવાન અને ઉમેદવારના ભત્રીજા ઉપર ચપ્પુથી હુમલો કરાયો હોવાની બિન આધારભૂત વિગતો પણ વહેતી થઈ છે.

આ ઘર્ષણમાં 5 જેટલા લોકોને ઇજા પોહચતા ભરૂચ ખાતે સારવાર અર્થે લવાયા છે. દહેજ પી.આઈ. એ સ્થળ ઉપર અને ભરૂચ આવી ઇજાગ્રસ્તો સહિતના નિવેદનો લઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બન્ને પક્ષે ફરિયાદ બાદ જ ધીંગાણા અંગે સાચી હકીકત બહાર આવી શકશે.
First published:

Tags: Bharuch, CCTV footage, Local 18