Aarti Machhi, Bharuch : જેના નામનું સ્મરણ માત્રથી જીવનો ભવ તારી દે એવા દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે. વેદ, પુરાણ સહિતના સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથોમાં મહાદેવની વિવિધ કથાઓથી સૌ કોઈ પરિચિત છીએ. ભરૂચના મયુર પાર્ક સ્થિત શ્રી મનોકામના સિધ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાને 18 વર્ષ થઇ રહ્યા છે અને 19 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે. આ પ્રસંગને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારના રોજ મંદિરના 18 વર્ષ પૂર્ણ થતા 19 માં વર્ષમાં મંગલ પ્રવેશ થશે.આ નિમિત્તે તારીખ 14 ડિસેમ્બર 2022ના મંદિરના આંગણે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવસભર વિવિધ કાર્યક્રમ યોજાશે
આ મંદિરની 18 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. 18 વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમોમાં બપોરે 2 કલાકે રુદ્ર હવન યોજાશે. ત્યારબાદ સાંજે 4.30 કલાકે શ્રી ફળ હોમવામાં આવશે. મનોકામના સિધ્ધેશ્વર મહાદેવના મંદિર સાંજે 5 કલાકે ધજા આરોહણ કરવામાં આવશે. સાંજના 6 કલાકે મહાઆરતી યોજાશે. બુધવારે સાંજે 6.30 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના 9 કલાકે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરાય છે
ભરૂચના મયુર પાર્ક સ્થિત શ્રી મનોકામના સિધ્ધેશ્વર મહાદેવનું મંદિરની ભકતજનો તેમજ જાહેર જનતાના સહકારથી સ્થાપિત કરવામાં આવ્યું છે.છેલ્લા 18 વર્ષથી મંદિરે સ્થાપના દિવસે દર વર્ષે ભંડારો યોજવામાં આવે છે. મહાશિવરાત્રી સહિતના દિવસે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા
આયોજક અનિલ પરશોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, મનોકામના સિધ્ધેશ્વર મહાદેવ મંદિર 18 વર્ષ પૂર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. અહી દર વર્ષે ભંડારો યોજાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મનોકામના સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.લોકોના સહકારથી અને દાતાઓના સહયોગથી ભંડારો યોજવામાં આવ્યો છે. ભાવિક ભક્તોને આવવા માટે જાહેર આમંત્રણ પાઠવીએ છીએ.