Home /News /bharuch /Bharuch: દેશી જુવાર માટે વાતાવરણ અનુકૂળ, ભુંડના ત્રાસથી ખેડૂતો કંટાળ્યા

Bharuch: દેશી જુવાર માટે વાતાવરણ અનુકૂળ, ભુંડના ત્રાસથી ખેડૂતો કંટાળ્યા

X
તાલુકાના

તાલુકાના દોડવાડા,સિલુંડી,ડુંગરી સહિત ઘણા ગામોમાં શિયાળુ જુવારનુ ઉત્પાદન

વાલીયા તાલુકામાં વાતાવરણ જુવારના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.તાલુકાના દોડવાડા,સિલુંડી,ડુંગરી સહિત ગામમાં શિયાળુ જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જુવાર બહાર વેચવા જવી પડતી નથી. જોકે ભૂંડના ત્રાસથી ખેડુતી પરેશાન છે.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: વાલિયા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં થતા પાકોની ખેતી કરવામાં આવે છે.પરંતુ સિંચાઈની યોગ્ય વ્યવસ્થા થતા ખેડૂતો છેલ્લા 35 વર્ષથી શેરડી સહિત પિયત ખેતી કરતા થયા છે.ત્યારે વાલિયા તાલુકાના દોડવાડા,સિલુંડી અને ઘોડા,વાગલખોડ,પીઠોર,ડહેલી સહિત દેસાડ ગામની સીમમાં દેશી જુવારની ખેતી મોટી પ્રમાણમાં કરવામાં આવે છે. તાલુકાનું વાતાવરણ શિયાળુ જુવાર માટે અનુકૂળ આવતું હોવાથી મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે.

ભૂંડનો ત્રાસ વધારે હોવાથી ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઓછું કર્યું

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામના ખેડૂત આશિષ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી દેશી જુવારની ખેતી કરે છે. ગત વર્ષે 175 મણ દેશી જુવારનો પાક થયો હતો. પરંતુ દેશી જુવારમાં ભૂંડનો ત્રાસ વધારે હોવાથી ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઓછું કર્યું છે. તેઓ જુવારનું કડબનું વાવેતર કરે છે. આ કડબ તબેલા વાળા ચારા માટે લઈ જાય છે. એક પુડાના આઠથી દસ રૂપિયા મળે છે.



દોડવાડા ગામમાં દેશી જુવારનો પાક મબલખ પ્રમાણમાં

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામમાં દેશી જુવારનો પાક મબલખ પ્રમાણમાં થાય છે. 10 મહિનામાં જુવારનું વાવેતર થઈ જાય છે.



સુકી જુવાર હવામાનથી પાકે છે, તેઓ ચાર વિઘા જમીનમાં 15 કિલો જુવારનું વાવેતર કરે છે અને ઉત્પાદન 5થી વધુ ક્વિન્ટલ થાય છે. જુવારની ખેતીમાં ફાયદો થતો હોવાનું ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું.



જુવારના વેચાણ માટે બહાર જવું નથી પડતું

ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે, દેશી જુવાર કર્યા બાદ ઘરેથી જ વેચાઈ જાયછે. તેઓને તેના વેચાણ અર્થે બહાર માર્કેટમાં જવું પડતું નથી. લોકો હાંસોટ તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથીની ખરીદી માટે આવે છે.



વરસાદ વધારે પડવાના કારણે જુવારનું વાવેતર પાછળ ગયું

ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં 400 એકર જમીનમાં જુવારનું વાવેતર થાય છે. જુવારનો રોટલો સારો બને છે. રાત્રે બનાવેલ જુવારનો રોટલો સવારે પણ એવો જ હોય છે. જુવાર વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી. સંબંધીઓમાં જ જુવારનું વેચાણ થઈ જાય છે.



લોકો ઘરે આવીને જ જુવાર ખરીદી જાય છે. આ વર્ષે વરસાદ વધારે પડવાના કારણે જુવારનું વાવેતર પાછળ ગયું અને તેના પગલે જુવાર ઓછી જોવા મળી રહી છે. પાકને પોષણ મળી ન રહેતા આ વર્ષે જુવાર ઓછી છે. તેમજ ભૂંડના ત્રાસના કારણે પણ જુવારનું વાવેતર ઓછુ કર્યું છે.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Local 18