ભરૂચ જિલ્લામાં 18 મી સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનો વર્તારો
ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે હાલ શિયાળાની મૌસમમાં ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા જ્યાં ઠંડીની જગ્યાએ ગરમીનો એહસાસ કરી રહી છે. ત્યાં ભરુચ જિલ્લાના હાંસોટ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. આગાહી વચ્ચે જ હાંસોટમાં કમોસમી ઝાપટું વરસી પડતા ખેડૂતોમાં દોડધામ ?
Aarti Machhi, Bharuch: ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે હાલ શિયાળાની મૌસમમાં ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા જ્યાં ઠંડીની જગ્યાએ ગરમીનો એહસાસ કરી રહી છે. ત્યાં હવે આગામી પાંચ દિવસ કમોસમી વરસાદનો માર વેઠવાનો પણ વારો આવી પડ્યો છે. હાંસોટ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા
ભરુચ જિલ્લાના હાંસોટ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.દરમિયાન આગાહી વચ્ચે જ હાંસોટમાં કમોસમી ઝાપટું વરસી પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી છે. સાથે જ ખેતરમાં રહેલા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કૃષિ હવામાન બુલેટિન જારી કરાયું
ભરૂચની મકતમપુર કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ હવામાન બુલેટિન જારી કરાયું છે. આજ થી 18 ડિસેમ્બર સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે. ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર, નેત્રંગ, વાલીયા ખાતે હળવા વરસાદ કે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. પશુપાલકોને જરૂરી પગલાં ભરવા સૂચન
કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.એચ બી સોડવડિયા અને ડૉ કે વી વાડોદરિયાએ ભરૂચ જિલ્લામાં પાંચ દિવસ સુધી માવઠાના માહોલને લઈ ખેડૂતો તેમજ પશુપાલકોને જરૂરી પગલાં ભરવા સૂચન કર્યું છે. કૃષિ સલાહ
ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન ભરુચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને મોટા ભાગે આકાશ મુખ્યત્વે મોટાભાગે ચોખ્ખુંથી અંશત વાદળછાયું રહેવાની સંભાવના છે અને વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન 30 થી 31 ડિગ્રી સે. તથા લઘુતમ તાપમાન 19 થી 20 ડિગ્રી સે તથા હવામાં ભેજનું પ્રમાણ 36 થી 64 ટકા રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 7.6 થી 15.1 કિમી / કલાક્ તેમજ પવનની દિશા મોટેભાગે ઉતર થી પૂર્વ તરફ રહેવાની શક્યતા છે.
ઉભા પાકોમાં રોગ-જીવાતના ઉપદ્રવનું નિયમિત નિરીક્ષણ કરી ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા. જો પિયતની સગવડતા હોય તો પાણી અને ખાતર જરૂરિયાત મુજબ આપવા તેમજ ઊભા પાકોમાં ભલામણ મુજબના ખાતરો તથા જરૂરિયાત મુજબ પિયત આપવું. આકાશ ચોખ્ખું હોય તથા પવનની ગતિ ઓછી રહે ત્યારે જંતુનાશક તથા ફૂગનાશક દવાની જોડે ડીટરજન્ટ પાઉડર અથવા સ્ટીકર (ગુંદરીયુ)નો ઉપયોગ કરીને છંટકાવ કરવો જોઈએ.