જિલ્લાના બે જુનિયર ક્રિકેટરો સંભવિત પસંદગી બાદ સ્ટેટ લેવલની અન્ડર-14માં રમશે
ભરૂચ જિલ્લાના બે જુનિયર ક્રિકેટરો સંભવિત પસંદગી બાદ સ્ટેટ લેવલની અન્ડર-14 માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રાયલ મેચ રમવા માટે જશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સ્ટેટ પ્રોબેબલ ટીમમાં પસંદગીથઇ છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ અને અંકલેશ્વરના બે ક્રિકેટરો ગુજરાત સ્ટેટ અંડર-14માં સિલેક્શન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રાયલ મેચ રમવા જશે.જેને લઈને બંને ખેલાડીઓના પરિવારજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
રાજ્યની 8 ટીમમાંથી 39 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા
ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના અંડર 14ના બે ખેલાડીઓની ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સ્ટેટ પ્રોબેબલ ટીમમાં પસંદગી થઈ છે.વલસાડ ખાતે સ્ટેટ અંડર 14ના સંભવિત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં રાજ્યની 8 ટીમમાંથી 39 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના બેસ્ટમેન પવિત્ર ગર્ગ અને અંકલેશ્વરના શૈલેષ બિંદની બોલર તરીકે પસંદગી થઈ છે. ભરૂચના બન્ને ક્રિકેટરો 15 થી 19 ડિસેમ્બર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રાયલ મેચો રમશે. જ્યાં તેમના સારા પ્રદર્શનને લઈ સ્ટેટ અંડર 14 ની ટીમમાં સ્થાન પામશે.
ભરૂચ ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રયાસો
ભરૂચ ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જિલ્લાના ગામડામાંથી લઇ શહેર સુધીના ક્રિકેટરો સ્ટેટ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ ભાગ લઇ શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ભરૂચ ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના સભ્યો દ્વારા સતત મહેનત કરી રહ્યા છે.
અંકલેશ્વર ખાતે ભરૂચ પ્રીમીયમ લીગનું આયોજન
ભરૂચ ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સમયાન્તરે જિલ્લામાં નાનામાંથી નાનો ક્રિકેટર ઉભરી આવે તે માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ અંકલેશ્વર ખાતે ભરૂચ પ્રીમીયમ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની કોશિશ કરીશું : ગર્ગ
ખેલાડી પવિત્ર ગર્ગએ જણાવ્યું હતું કે, ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સ્ટેટ પ્રોબેબલ ટીમમાં અંડર 14ના પસંદગી થઈ છે. 15 તારીખે અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રાયલ મેચ રમવા માટે જવાના છે. ત્યાં અમે અમારું સારું પરફોર્મન્સ આપવાની કોશિશ કરીશું. ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનને ધન્યવાદ પાઠવવા માંગુ છું. તેમજ પરિવાર જનોમાં ખુબ ખુશ છે.