Home /News /bharuch /Bharuch: ગાય આધારીત ખેતી કરવા ઈચ્છો છો? અહીં તમને તમામ વિગતો જાણવા મળશે

Bharuch: ગાય આધારીત ખેતી કરવા ઈચ્છો છો? અહીં તમને તમામ વિગતો જાણવા મળશે

સફળ પ્રાકૃતિક ખેતી વિષયક ફિલ્મ બતાવાઈ

ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટેની ખેડૂતો માટે તાલિમ યોજાઈ. દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પધ્ધતી વિશે માહિતી આપી હતી.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નવી દિલ્હી દ્વારા આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે પ્રાકૃતિક ખેતી વિષય પર બે દિવસીય વર્ગખંડ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

ખેડૂતોને સફળ પ્રાકૃતિક ખેતી વિષયક ફિલ્મ બતાવાઈ

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ દરમિયાન ખેડૂતોને વિવિધ સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રેરણાદાયક પ્રાકૃતિક ખેતી વિષયક ફિલ્મ બતાવાઈ હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગુરુકુલ કુરૂક્ષેત્ર ખાતે આવેલ પ્રાકૃતિક ફાર્મ પર વિવિધ નિદર્શનો વિશેની જાણકારી આપી હતી.

અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પધ્ધતી વિશે માહિતી

તાલિમ દરમિયાન દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પધ્ધતી વિશે જણાવવામાં આવ્યું હતું.

આ ખાતર જમીનમાં સૂક્ષ્મ તત્વોની સંખ્યામાં વધારો તેમજ પાક વૃધ્ધીમાં પોષણ આપે છે. તેમજ રોગ-જીવાત નિયંત્રણ માટે ખુબ અસરકારક છે.

આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેંન્દ્ર પટેલ, ફાર્મ મેનેજર સાગર.આર.ગોમકાલે તેમજ કેવીકેના સ્ટાફ હર્ષદ વસાવા, અમૃતભાઇ વસાવા, આસીસ્ટટ ટેક્નોલોજી મેનેજર, વાલિયા આત્મા પ્રોજેક્ટના સભ્યો સહિતના ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રેક્ટિકલ સાથેની તાલિમ આપી હતી. વાલીયા તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતો ઉપસ્થીત રહ્યા હતા.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Krushi, Local 18