Home /News /bharuch /

ભરૂચ: ...ને નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર અચાનક થયું ગાયબ, એકનું મોત, જુઓ વીડિયો

ભરૂચ: ...ને નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર અચાનક થયું ગાયબ, એકનું મોત, જુઓ વીડિયો

ટ્રેક્ટર અચાનક પાણીમાં ગરક

Bharuch heavy rain: અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે ખાતે એક ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાયું હતું. આ ઘટનાની વીડિયો સામે આવ્યો છે. ચાલકે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટરને પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

    ભરૂચ: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. અનેક નાના રસ્તાઓ અને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. આ દરમિયાન વાહનો તણાવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન ભરૂચ જિલ્લામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરક થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે.

    અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે ખાતે એક ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાયું હતું. આ ઘટનાની વીડિયો સામે આવ્યો છે. ચાલકે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટરને પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન બનાવ બન્યો હતો. ટ્રેક્ટર અચાનક પાણીમાં ગરક થઈ ગયું હતું. આ બનાવમાં ચાર લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે એક વ્યક્તિનું નિધન થયું છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    1) અંબાલાલ પટેલની આગાહી


    અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. 16મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. 24થી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ 17 જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે." (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    2) ચીખલીમાં બાળકનું રેસ્ક્યૂ


    ભારે વરસાદથી નવસારી જિલ્લો (Navsari heavy rain) પાણી પાણી થઈ ગયો છે. હાલ નવસારીની હાલ ખૂબ ખરાબ છે. વાંસદાને બાદ કરતા આખા જિલ્લાની હાલત ખરાબ છે. ભારે વરસાદ બાદ ચીખલીમાં સ્થિતિ ગંભીર બની છે. ચીખલીના મહોલ્લા વિસ્તારમાં પોલીસે બચાવ કામગીરી શરૂ (Rescue operation) કરી છે. આ દરમિયાન નદીના પ્રવાહમાં ફસાયેલા બે બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. કડીવાળા તેમની ટીમ સાથે બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ સાથે એનડીઆરએફની ટીમ પણ ચીખલી પહોંચી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


    3) પૂર્ણા નદીના પાણી શહેરમાં ફરી વળ્યાં


    દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકાદેર બેટિંગ (South Gujarat heavy rain) ચાલી રહી છે. સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં નદી-નાળા છલકાયા છે. સુરતની પૂર્ણા નદી (Purna river flood)ના પાણી મહુવા શહેરમાં ઘૂસી ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીના પાણી શહેરમાં દાખલ થયા છે. પૂર્ણા નદીના આકાશી નજારા પરથી તમે સરળતાથી પરિસ્થિતિનો તાગ મેળવી શકશો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bharuch, River, Video, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन