Home /News /bharuch /Bharuch: મા રેવાની શક્તિ માપવા આ સંતનો અન્નત્યાગ, નર્મદાનું પાણી જ જીવાદોરી

Bharuch: મા રેવાની શક્તિ માપવા આ સંતનો અન્નત્યાગ, નર્મદાનું પાણી જ જીવાદોરી

X
દાદા

દાદા ગુરુએ અન્ન નહીં માં નર્મદાનું નીર પીને પ્રકૃતિને બચાવવા અનોખો સંદેશ

દાદાગુરુ છેલ્લા 2 વર્ષ અને 2 મહિનાથી માત્ર માં નર્મદાનું જ પાણી પી છે. આ સંતે અન્નત્યાગ કર્યો છે. માં રેવાનાં પાણી પર જ જીવન જીવી રહ્યા છે. નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે અને લોકોને નર્મદા શુદ્ધિકરણ માટે જાગૃત કરી રહ્યા છે.

Aarti Machhi, Bharuch: ગુજરાતની ગંગા સમાન નર્મદા નદીનું પાણી અમૃત છે.  તે સાબિત કરવા દાદા ગુરુ 26 મહિનાથી ફક્ત નર્મદાનું પાણી પી છે. હાલ નર્મદાની 3200 કિમીની પરિક્રમા કરી રહ્યા છે. ગત તારીખ-8મી નવેમ્બરે ઓમકારેશ્વરથી શરૂ થયેલી પરિક્રમા ભરૂચના સંગમ અમરકંટક થઇ ફરી ઓમકારેશ્વરમાં પૂર્ણ થશે.

નદીઓ પૈસાથી નહીં પણ પ્રયાસોથી બચશે

માં નર્મદા સેવા પરિક્રમા ગુજરાતમાં નર્મદાના કિનારે એવો કોઈ ઘાટ નથી, જ્યાં આવી ગંદકી ન હોય, નદીઓ પૈસાથી નહીં પણ પ્રયાસોથી બચશે. ગયા અઠવાડિયે ગુજરાતમાં એક અનોખી માં નર્મદા સેવા પરિક્રમાનો પ્રવેશ થયો છે. આ યાત્રાની સૌથી મહત્ત્વની બાબત મા નર્મદા વિશે દાદા ગુરુ (સંત સમર્થ ગુરુ)નો અનોખો સંદેશ છે.



માં નર્મદાનાં પાણીમાં કેટલી શક્તિનો સંદેશ આપવા અન્નત્યાગ

નર્મદા માતાનું નીર એ નીર નથી, પરંતુ સંજીવની સમાન છે. દાદા ગુરુ પાસે ના તો આશ્રમ છે. ના તો કોઈ જુદી ધાર્મિક વિચારધારા. તેઓ માં નર્મદાના કિનારાને મઠ અને તેની આસપાસનાં વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે. માં નર્મદાનાં પાણીમાં કેટલી શક્તિ છે, તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને નર્મદાના પાણી પર જ જીવી રહ્યા છે.



2 વર્ષ અને બે મહિનાથી માત્ર નર્મદાના પાણી પર

ઈન્દોરથી થોડે દૂર જ નર્મદા વહે છે. આ ગામના ઈન્દ્રેશ્વર મંદિરે હોલમાં એક તરફ હવન અને બીજી તરફ કન્યા પૂજન થતું હતું. જ્યાં દાદા ગુરુનાં ભકતોને દર્શન થયા હતા. બે વર્ષ અને બે મહિના કરતાં પણ વધુ સમયથી માત્ર માં નર્મદાનું પાણી પી રહ્યાં છે, તેમ છતાં દાદા ગુરૂ સ્વસ્થ છે.



પ્રકૃતિની નજીક રહીશું તો તે આપ મેળે જ આપણને બચાવશે : દાદાગુરુ

દાદાગુરુએ જણાવ્યુ હતું કે, આ નર્મદા માતાના પાણીની શક્તિ છે. જો આપણે પ્રકૃતિની નજીક રહીશું તો તે આપ મેળે જ આપણને બચાવશે.આપણે પાણી, માટી, પહાડ અને વૃક્ષની પૂજા અમસ્તા જ નથી કરતા. આ આપણી સંસ્કૃતિ છે, ભગવાન છે. એક તરફ આપણે મા નર્મદાની પરિક્રમા કરીએ છીએ અને બીજી તરફ પ્લાસ્ટિકનો કચરો તેના કિનારે જ ફેંકીએ છીએ. અમરકંટકથી અંકલેશ્વર સુધી નર્મદા કિનારે એવો કોઈ ઘાટ નથી કે જ્યાં આવી ગંદકી ન હોય.



હું માતાના પાણીની શક્તિનું જીવંત ઉદાહરણ છું:દાદાગુરુ

દાદાગુરુએ વધુમાં જણાવ્યુ હતું કે, નર્મદા માતાની પરિક્રમા કરીને જ સંદેશ આપવા બહાર આવ્યો છું. હું માતાના પાણીની શક્તિનું જીવંત ઉદાહરણ છું.’ માં નર્મદાનો આ પરિક્રમા માર્ગ પોતે જ જીવન જીવવાની એક કુદરતી કળા છે. તે આધ્યાત્મિક અભ્યાસ અને જીવનચક્રને ઓળખવાનો માર્ગ છે. તે સામાન્ય માણસને મહાપુરુષ અને નરને નારાયણ બનાવે છે.



એક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો કેટલા વૃક્ષો બનશે? : દાદાગુરુ

નર્મદા નદીનાં શુધ્ધિકરણ અંગે દદગુરૂએ જણાવ્યુ હતું કે, આપણે નર્મદાની પૂજા માટે દર વર્ષે લાખો નારિયેળ ચઢાવીએ છીએ. એક નારિયેળની કિંમત રૂપિયા 25 છે. શું આ નારિયેળ એક છોડ ન હોઈ શકે? બીજું, દર વર્ષે અઢી લાખથી વધુ ભક્તો માં નર્મદાની પરિક્રમા કરે છે. જો એક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો કેટલા વૃક્ષો બનશે? ત્રીજું, મા નર્મદાના કિનારે સેંકડો મંદિરો, મઠો અને આશ્રમો છે. જો અહીંથી પ્રસાદી તરીકે વૃક્ષો અપાય, તો કોણ આ પ્રસાદી વધારવા નહીં માંગે?’ .

દાદાગુરું આકર્ષણનું કેન્દ્ર બન્યા

તેઓ સતત નર્મદાની પરિક્રમા કરતા જે તે કિનારે આવેલા મઠો અને આશ્રમ ખાતે વૃક્ષો અને પ્રકૃતિનું જતન કરવા સંદેશ આપી રહ્યા છે. હાલ આ સંત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા તેઓના વિચારોથી અન્ય લોકોમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
First published:

Tags: Bharuch, Local 18, Narmada river

विज्ञापन