વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓ પક્ષીઓને બચાવવા માટે આગળ આવી
ભરૂચ જિલ્લામાં રોટરી કલબ ઓફ ભરૂચ અને રેસક્યું એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરીથી ઘવાતા પક્ષીઓ માટે પક્ષી બચાવો કેમ્પ ઉભા કરાયા છે. જ્યાં પક્ષીઓની સારવાર કરી મુક્ત કરવામાં આવશે .
Aarti Machhi, Bharuch: ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થઇ મૃત્યુ પામતા હોય છે. પક્ષીઓને બચાવવા સામાજિક સંસ્થાઓ આગળ આવી રહ્યી છે.
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા એમ.આઇ. પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ અને રેસક્યું એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી આવતીકાલથી 16મી જાન્યુઆરી સુધી પક્ષી બચાવો કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.
આ અંગે રોટરી યુથ સેન્ટર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો.વિહંગ સુખડિયા, પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર,રેસ્કયું એન્ડ રીહેબ ફાઉન્ડેશનના આકાશભાઈ અને હિમાંશુભાઈ દ્વારા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં સવારે 9 થી 7 વાગ્યા સુધી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવશે.
ઘાયલ પક્ષીને ફરી આકાશમાં ઉઠતા કરવાનો પ્રયાસ
આ કેમ્પની માહિતી વધુમાં વધુ લોકો સુધી પોહચાડી વધુમાં વધુ જાગૃતતા ફેલાવી મહત્તમ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવી તેમને પેહલાની માફક આકાશમાં ઉડતા કરી શકાય તેવી અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણના દિવસથી ત્રણ દિવસ પતંગની દોરી અને ધાબાઓ પર ગુચળાઓને પગલે પક્ષીઓ ઘાયલ થતા હોવાથી મૃત્યુ પામે છે. ત્યારે આવા ઘાયલ પક્ષીઓ સંસ્થાઓ સારવાર આપી તેને ખુલ્લા આકાશમાં ઉડતા કરવામાં પ્રયાસ હાથ ધર્યો છે.
ઘાયલ પક્ષીને બચાવવા નંબર જાહેર કરાયા
ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોટરી કલબ ઓફ ભરૂચ અને રેસક્યું એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો કેમ્પ ઉભા કર્યા છે અને ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી તેને બચાવી શકાય સાથે શહેરીજનો પણ આગળ આવી ઘાયલ પક્ષીને બચાવવા સંસ્થાઓનો સંપર્ક કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. ઘાયલ પક્ષીને બચાવવા 8469673934 પર કોન્ટેક કરી બચાવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર