Home /News /bharuch /ભરૂચના માથે માટે તોળાતો પૂરનો ખતરો, ઇન્દિરા સાગરમાંથી છોડાશે 7 લાખ ક્સુસેક પાણી

ભરૂચના માથે માટે તોળાતો પૂરનો ખતરો, ઇન્દિરા સાગરમાંથી છોડાશે 7 લાખ ક્સુસેક પાણી

બપોરે 4 કલાકે ગોલ્ડન બ્રિજની સપાટી 22.5 ફૂટ પહોંચી હતી

Threat flood for Bharuch: ઇન્દિરા સાગરમાંથી 7 લાખ ક્સુસેક પાણી છોડાશે. આ છોડાયેલા પાણીને સરદાર સરોવરમાં આવતા 28 કલાક લાગશે.

    ભરુચ: રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ ઉપવાસમાં થઇ રહેલા ભારે વરસાદે પણ ગુજરાતની ચિંતા વધારી છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે નદીમાં છોડવામાં આવી રહેલા પાણીએ ભરુચના માથે ધાત જેવી સ્થિતિ ઊભી કરી છે. કેમ કે, ભરુચ માથે પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે.

    નદીની સપાટી 28 ફૂટને વટાવે તેવી શક્યતા

    ભરૂચ માટે પૂરના ખતરા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે, ઇન્દિરાસાગરમાંથી 7 લાખ ક્સુસેક પાણી છોડાશે. જેના લીધે બુધવારે સાંજથી ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી વધવાની શક્યતા છે. આ છોડાયેલા પાણીને સરદાર સરોવરમાં આવતા 28 કલાક લાગશે. ડેમમાંથી બ્રિજે 6 કલાકે અસર શરૂ થશે. નદીની સપાટી 28 ફૂટને વટાવે તેવી શક્યતા છે. બપોરે 4 કલાકે ગોલ્ડન બ્રિજની સપાટી 22.5 ફૂટ પોહચી હતી. જ્યારે અમાસની મોટી ભરતીને કારણે ચિંતા વધી ગઇ છે.

    નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે

    સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે 23મીએ મંગળવારના રોજ બપોરે 3 કલાકે 135.78 મીટરે નોંધાયેલ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે આજે સવારે 10 કલાકે નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી આજે હાલમાં આશરે સરેરાશ 5 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 8,599.30 મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને આજે સવારે 10 કલાકે ડેમની જળ સપાટી 135.95 મીટરે નોંધાઇ હતી. આજની સ્થિતિએ નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થો ભરાયેલ છે.


    આ પણ વાંચો: Gujarat Rain Forecast: હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

    હજુ અતિભારે વરસાદની આગાહી

    નોંધનીય છે કે, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જોકે, અત્યંત ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 24 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આવતીકાલથી ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bharuch, Gujarat News, Heavy rain in gujarat, Sardar Sarovar Dam

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन