Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કેશવાણ ગામમાં 5600 હેકટર જમીન આવેલી છે. વાગરા તાલુકાના કેશવાણ ગામના ખેડૂત મોટા ભાગે વરસાદ આધારિત ખેતી કરે છે. વાગરા તાલુકાની સૂકી જમીન છે. તેમજ નહેરમાંથી પાણી મળી રહેતુ નથી. કેશવાણ ગામમાં કપાસ, મગ, તુવેર,મઠિયા, ઘઉંની ખેતી કરવામાં આવે છે.વાગરા તાલુકાના કેશવાણ ગામમાં કુદરતી રીતે ગ્રામ પંચાયતની હદમાં થતી ખાટી આંબલીના ફળનું હરરાજી કરી તેનું વેચાણ કરવામાં આવે છે.
આંબલીને પંચાયતના સરપંચ દ્વારા હરરાજી કરી વેચાણ
વાગરા તાલુકાના કેશવાણ ગામમાં વર્ષોથી ખાટી આંબલી ઊગી નીકળી છે. અહીંની સુકી જમીનમાં ખેડૂતો કોઇ છોડનું વાવેતર કરે તો તે પણ સુકાઇ જાય છે. ત્યારે વાગરા તાલુકાના કેશવાણ ગામની જમીનમાં વર્ષોથી ઊગી નીકળેલ ખાટી આંબલીને પંચાયતના સરપંચ દ્વારા હરરાજીથી વેચાણ કરવામાં આવે છે.
ખાટી આંબલીનો માર્કેટ ભાવ 200 રૂપિયા કિલો મજુરની મદદથી આંબલી ઉતારવામાં આવે છે. બાદ માર્કેટમાં લઇ જવામાં આવે છે. ખાટી આંબલીનાં ભાવમાં કિલોનાં 200 રૂપિયા ભાવ મળે છે. આંબલીનો વપરાશ દાળ, શાક, પાણીપુરી વગેરેમાં કરવામાં આવે છે.
આંબલીની આવકમાંથી ગામનો વિકાસ થાય છે મોટાપાયે વેપારીઓ કેશવાણ ગામમાં ખાટી આંબલીની હરરાજીથી ખરીદી કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા હરરાજીથી આંબલીનું વેચાણ કરે છે.આંબલીમાંથી થતી આવકનો ગામના વિકાસ માટે ઉપયોગમાં કરવામાં આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.