Home /News /bharuch /Bharuch: શ્રીકૃષ્ણ ગોકુળમાં આ ગાયનું પીતા હતા દૂધ, આ ગૌશાળામાં રાખવામાં આવી છે

Bharuch: શ્રીકૃષ્ણ ગોકુળમાં આ ગાયનું પીતા હતા દૂધ, આ ગૌશાળામાં રાખવામાં આવી છે

X
કપિલા

કપિલા ગૌ માતા જ્યાં હોય ત્યાં ધન શાંતિ કીર્તિ પ્રાપ્ત થવાની માન્યતા

ભરુચ જિલ્લાના અંકલેશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગૌ શાળા ખાતે અનોખી કપિલા ગાય જોવા મળતા લોકો તેની પૂજા કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. કપિલા ગાયના દુધમાં સુવર્ણ અંશ હોવાનું અમેરિકી યુનિવર્સિટીના સંશોધનમાં સિદ્ધ થયું છે.

    Aarti Machhi, Bharuch: આપણી હિ‌ન્દુ સંસ્કૃતિમાં કપીલા ગાયનું અનોખું મહત્વ ગણવામાં આવે છે.ભગવાન શ્રીકૃષ્ણ કપિલા ગાયનું દૂગ્ધપાન કરતા હતા.એવી ગાય અંકલેશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગૌ શાળા ખાતે છે.

    કપિલાગાય સુવર્ણ, શ્વેત અને ભગવાન શ્રીકૃષ્ણના શ્યામ રંગ જેવી પણ હોય છે.  કપિલા ગાયના દુધમાં સુવર્ણ અંશ હોવાનું અમેરિકી યુનિવર્સિટીના સંશોધનમાં સિદ્ધ થયું છે.આ કપીલા ગાયને ઘરે રાખવાથી ધન,શાંતિ અને કીર્તિ‌ પ્રાપ્ત થાય છે તેવું સાધુ સંતોનું કહેવું છે. ત્યારે  ભરુચ જિલ્લાના અંકલેશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગૌ શાળા ખાતે અનોખી કપિલા ગાય અહી જોવા મળતા લોકો તેની પૂજા કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે.

    એવું માનવામાં આવે છે કે કપિલા ગાય રાખવાથી ધન, શાંતિ અને કીર્તિ‌ સહિ‌ત અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ આ ગાય હાલ ગુજરાતમાંથી લુપ્ત થઇ રહી છે. આ કપિલા ગાયના દૂધમાં અનેક પ્રકારની શક્તિ રહેલી છે.ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ગાયોની નસલ/ પ્રજાતિ ગુજરાત માંથી લુપ્ત થવાના આરે છે.

    આ પ્રકારની ગાય ભાગ્યે જ જોવા મળે છે.

    ગાયની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા છે. આ પ્રકારની ગાયો મોટા આશ્રમ, ઉદ્યોગપતિ અને ગાયના શોખીનો પાસે જોવા મળે છે.તો સામાન્ય રીતે કપિલા ગાય જૂજ જગ્યાએ જ છે.

    કપિલા ગાય અંગે મહારાજે જણાવ્યુ હતુ કે ગીર કપિલા ગાય એ ગુજરાતનું ગૌરવ કહેવાય છે. તેઓ પાસે છેલ્લા 5 વર્ષથી ગીર કપિલા ગાય છે. ગીર કપિલા 5.50 લાખ રૂપિયાની મળે છે. એમાં પણ શ્યામ કપિલા ગાય ભાગ્યે જ જોવા મળે છે. તો આ ગાયની પીઠ ઉપર સુદર્શન ચક્ર છે. કપિલા માયાળુ ગાય છે. આજીવન એક જ વાર આ ગાય વિયાય છે.તો નાના છોકરાઓને નજર લાગે ત્યારે કપિલા ગાયની પુછડી માથા ઉપર અડાવી દેવાથી ઉતરી જાય તેવી માન્યતા છે.દૂર દૂરથી લોકો આ ગાયને નિહાળવા માટે આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Aashram, Bharuch, Cow, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन