અંકલેશ્વરનાં જુના બોરભાઠા બેટ વિસ્તારમાં ખેડૂત બે પાનની મેથીની ખેતી કરી રહ્યાં છે. રેતીનાં કયારા બનાવી તેમા મેથીનું વાવેતર કરે છે. ફકત 500 રૂપિયાનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. એક કિલો મેથીનાં 50 રૂપિયા ભાવ મળી રહ્યાં છે.
Aarti Machhi, Bharuch: સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી મેથીના ગોટા, પરાઠા, ખાખરા અને મેથીની વડી સહિતનો સ્વાદ સૌ કોઈએ ચાખ્યો હશે, પરંતુ બજાર માં મળતી મેથી ખેડૂતો કેવી રીતે ઉગાડતા હોય એ ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યારે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારાના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં મોટા પાયે ખેડૂતો મેથીનું વાવેતર કરે છે.
ભરૂચનાં અંકલેશ્વર વચ્ચે ખેડૂત શાકભાજીમાં વપરાતી 2 પાનાની મેથીની ભાજીની ખેતી કરી રહ્યા છે. ખેડૂત સંજય વસાવાએ ધોરણ 7 અભ્યાસ કર્યો છે.
અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂતે 2 પાનની મેથીની ભાજીની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. યુવા ખેડૂત અલગ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂત વર્ષોથી રેતીના કયારાથી 2 પાનની મેથીની ખેતીમાં સંકળાયેલા છે.
યુવાન ખેડૂતે તેઓના ખેતરમાં રેતીના ક્યારામાં 500 રૂપિયાનું બિયારણ લાવી 2 પાનની મેથીનું વાવેતર કર્યું છે. એક રેતીના કયારા કરતા 50 તગારા વપરાય છે. મેથી ઉનાળાના સમયે 5 દિવસમાં તૈયાર થઇ જાય છે.
શિયાળામાં 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેમાંથી એક ક્યારા મુજબ 60 કિલો એટલે 3 મણ જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે. મેથીનો ફાલ ઉતરતા 7 દિવસ લાગે છે. રેતીના કયારામાં ખેડૂત 2 સમય પાણી નાખે છે. જાતે છૂટક વેચાણ કરે છે. જેઓને 1 કિલોના 50 રૂપિયે કિલો ભાવ મળે છે. ભાવ પોષણયુક્ત ભાવ ખેડૂત માની રહ્યા છે.
મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ
મેથીના બીજ હોય કે તેના પાન બંને પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. શરીરના પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ વધારે ગુણકારી છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.