Home /News /bharuch /Bharuch: સાત પાસ ખેડૂતે ચીકૂની ખેતીમાં મેળવી સફળતા, બીજા કરતા વધારે મળે છે ભાવ

Bharuch: સાત પાસ ખેડૂતે ચીકૂની ખેતીમાં મેળવી સફળતા, બીજા કરતા વધારે મળે છે ભાવ

X
અંકલેશ્વરના

અંકલેશ્વરના નવા કાસીયા ગામના ખેડૂતે ચીકુની સફળ ખેતી કરી 

અંકલેશ્વરનાં નવા કાસિયાનાં ખેડૂત ચીકુની ખેતી કરી રહ્યાં છે. ચીકુની ખેતીમાંથી સારી આવક મેળી રહ્યાં છે. બજારમાં એક મણનાં 400 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. તેમજ ખેડૂત છુટક વેચાણ કરે તેમા એક કિલોનાં 50 રૂપિયા ભાવ મળે છે.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વરના નવા કાસિયા ગામમાં રહેતા ખેડૂત અશોકભાઈ હસમુખભાઈ પટેલ છેલ્લા 14 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત અશોકભાઈ હસમુખભાઈ પટેલે ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો છે. અશોકભાઈ હસમુખભાઈ પટેલે જીઆઇડીસી કોન્ટ્રાકટમાં તેમજ લુપિનમાં ફરજ નિભાવી છે. ત્યારબાદ ખેતીમાં ઝંપલાવ્યું છે.

120 રૂપિયાના ભાવે વલસાડથી ચીકુના છોડ લાવ્યા

ખેડૂત અશોકભાઈ હસમુખભાઈ પટેલ છેલ્લા 7 થી 8 વર્ષથી ચીકુની ખેતી કરી રહ્યા છે. વલસાડથી ચીકુના છોડ 120 રૂપિયાના ભાવે લાવ્યા હતા. 1 છોડ 120 રૂપિયાના ભાવે એવા 70 છોડ લાવ્યા હતા. જેમાંથી 10 છોડ સુકાઈ ગયા છે.



હાલ તેમના ખેતરમાં ચીકુના 60 જેટલા છોડ બચ્યા છે. ચોમાસાની સિઝનમાં ચીકુનું ઉત્પાદન ઓછું થાય છે. શિયાળા અને ઉનાળાની સીઝનમાં છોડ પર ચીકુ વધારે આવે છે.



ચીકુના પાકમાં ઉપયોગ થતા ખાતર અને દવાઓ

અશોક પટેલ ચીકુના વાવેતરમાં દવાનો છંટકાવ કરે છે. ખેડૂત 500 mlની આસપાસ પ્રેસર પંપથી પાકમાં દવા નાખે છે. ખેડૂત ફેંડાલ, ફળ માખીની દવા નાખે છે. જેનો ખર્ચ 1 હજાર રૂપિયા થાય છે.



તેમજ છાણિયું ખાતરનો પણ ઉપયોગ કરે છે. ચીકુના પાકને કંથાનવુ પડે છે. તેમજ થોડા સમય માટે મૂકી રાખવું પડે છે.



ચીકુનો 20 કિલોનો માર્કેટ ભાવ 400 રૂપિયા

ખેડૂતે ઉનાળામાં ગયા વર્ષે ભીંડાની ખેતી કરી હતી. પરંતુ તેઓનો પાક નિષ્ફળ ગયો હતો. ચીકુની ખેતીમાં ખેડૂત અશોક પટેલને સારી આવક મળી રહે છે. ખેડૂતને ચીકુના એક ઝાડ પરથી 8 થી 10 કિલો પાક ઉતરે છે.



આ ઝાડ 7 થી 8 વર્ષ જૂના હોવાથી આટલા કિલો પાક ઉતરે છે. ઝાડ 35 વર્ષ જૂનુ હોય તો 35 થી 40 કિલો પાક ઉતરે છે. ખેડૂત અશોક પટેલ માર્કેટમાં છૂટક વેચાણ કરી સારી આવક મેળવે છે. છૂટકમાં 50 રૂપિયાના કિલોના ભાવે મળે છે. હાલ માર્કેટમાં ચીકુનો 20 કિલોનો 400 રૂપિયા ભાવ છે.



ચીકુ ખાવાથી થતા ફાયદાઓ

ચીકુ સ્વાસ્થ્ય માટે ગરમ ફળ છે. ચીકુને પોતાના ખાસ સ્વાદ અને મીઠાશ માટે જાણવામાં આવે છે. ચીકુ લોહીમાં ભળીને તાજગી આપે છે. ચીકુ ખાવાથી આંતરડા મજબૂત થાય છે. ચીકુના ફળમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન, 1.5 ટકા ચરબી અને 25 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે.



ચીકુનું સેવન કરવાથી વજન નિયંત્રણ થઈ શકે છે. કારણ કે, તેમાં રહેલા ફાઇબરની સામગ્રી શરીરને ઝેરી કણોથી મુક્ત કરીને પાચનમાં સુધારો કરે છે. એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ ફળ ચીકુ વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Fruits, Gujarat farmer, Local 18