Home /News /bharuch /અહીં 100 વર્ષ જૂની ઘાણી, અમેરિકા, લંડન પહોંચે તેલ, જુઓ Video

અહીં 100 વર્ષ જૂની ઘાણી, અમેરિકા, લંડન પહોંચે તેલ, જુઓ Video

X
ભરૂચના

ભરૂચના કબુતર ખાના વિસ્તારમાં રહેતા કોરલવાલાના પરિવારે પૂર્વજોના પરંપરાગત વ્યવસાયને જીવંત રાખ્યો છે.અહીં 100 વર્ષથી દેશી ઘાણા ધમધમે છે.એક સમયે 305 ઘાણી હતી, આજે માત્ર 2 જ છે.

ભરૂચના કબુતર ખાના વિસ્તારમાં રહેતા કોરલવાલાના પરિવારે પૂર્વજોના પરંપરાગત વ્યવસાયને જીવંત રાખ્યો છે.અહીં 100 વર્ષથી દેશી ઘાણા ધમધમે છે.એક સમયે 305 ઘાણી હતી, આજે માત્ર 2 જ છે.

Aarti Machhi, Bharuch: ભરુચ શહેર ઘણું જ પ્રાચીન છે. શહેર વેપાર,બંદર,કાપડ, ખારીસીંગ, સુજની જ નહિ 93 વર્ષ પૂર્વે ઘાણીના તેલ માટે પણ પ્રખ્યાત હતુ. ઘાણીના તેલ સાથે બજારમાં શિયાળામાં આયોગ્ય પ્રદ કચરિયું અને તલની શાનીની ભારે માંગ જોવા મળી રહી છે.

ભરૂચનાં સ્વદેશી ઘાણીના તેલની શાખ આજે પણ અકબંધ



રીફાઈન, ડબલ રીફાઈન કેમિકલ અને ભેળસેળિયા તેલ કરતા ઘાણીનું શુદ્ધ તેમજ આરોગ્યવર્ધક તેલ ઉત્તમ હોય છે. ભરૂચના સ્વદેશી ઘાણીના તેલની શાખ આજે પણ અમેરિકા, લંડન અને દુબઈ સહિત સમગ્ર ગુજરાતમાં અકબંધ છે. આજની પેઢીએ બળદથી તેલ કાઢતી ઘાણીઓ જોઈ કે તેના વિશે સાંભળ્યુ પણ નથી.


93 વર્ષ પહેલા 305 તેલની ઘાણીઓ હતી



વર્ષ 1930નાં સમયમાં ઘાણીનું તેલ જ લોકો આરોગતા હતા. ભરૂચમાં શાસન કરતા અંગ્રેજો સહિત ફિરંગીઓ પણ સ્વાસ્થ્ય વર્ધક અને ગુણકારી તેલ આરોગવામાંથી બાકાત રહ્યા નથી. ભરૂચ અને અંકલેશ્વરમાં 93 વર્ષ પહેલા 305 તેલની ઘાણીઓ ધમધમતી હતી.


આધુનિક યુગના મંડાણ સાથે લોકો રીફાઈનરીના તેલ તરફ વળ્યા



સીંગતેલ, તલ, કોપરેલ, સરસવ, દીવેલ, બદામ, અળસી, લીમડા, સફેદ - કાળા તલનું તેલ પીલવામાં આવતુ હતુ. ઘાણીનું તેલ કાઢવા બળદોને જોતરવામાં આવતા હતા. કાળક્રમે ભરૂચની વેપારી તેમજ બંદરની છાપ અને અસ્મિતા ભુસાવા સાથે ઘાણીનું તેલ સહિત ઉદ્યોગ પણ ભૂતકાળ બની ગયો હતો. આધુનિક યુગના મંડાણ સાથે ઓઈલ મિલો શરૂ થઈ જતા આરોગ્યવર્ધક ઘાણીના તેલથી વિમુખ થતા લોકો રીફાઈનરીના તેલ તરફ વળ્યા હતા.


ભરૂચમાં કોરલવાલા પરીવારની માત્ર એક જ તેલની ઘાણી ધમધમે


ભરૂચ અને અંકલેશ્વરની 305 તેલની ઘાણીઓ પણ સમયાંતરે બંધ થવા સાથે તેનો વ્યવસાય કરતા મોદી, મહેતા, ગાંધી,ઘાંચી સમાજનાં લોકો અન્ય વ્યવસાય તરફ વળી ગયા હતા. આજે જુના ભરૂચમાં કોરલવાલા પરીવારની માત્ર એક જ તેલની ઘાણી ધમધમી રહી છે. આ પરિવારે તેઓના પૂર્વજોની પરંપરાને જાળવી રાખી છે. જેઓએ પોતાની બીજી શાખા વડદલા પાસે ઓસારા જતા માર્ગ ઉપર ખોલી છે.


ઘાણીના તેલની કિંમત બમણી


બળદથી ઘાણીનું તેલ પીલવાની પરંપરા પણ આધુનિક યુગમાં ખતમ થતા હાલ ઈલેકટ્રીક મોટરથી ઘાણીનું તેલ પીલવામાં આવે છે. બજારમાં મળતા ફેકટરીઓના તેલ કરતા ઘાણીના તેલની કિંમત બમણી છે. પરંતુ લોક આરોગ્ય માટે તે સ્વાસ્થ્ય વર્ધક અને 100 ટકા ફાયદાકારક છે. જેનાથી જુજ લોકો જ વાકેફ છે.


અમેરિકા, ઈંગ્લેન્ડ અને દુબઈના લોકો તેલ મગાવે


આપણા સ્વદેશી આ વ્યવસાય અને તેની કિંમત આજે પણ વિદેશીઓ વધુ સમજે છે. એટલે જ ભરૂચની સ્વદેશી ઘાણીના તેલનો વપરાશ અમેરિકા, ઈંગ્લેન્ડ અને દુબઈના લોકો અહીંથી લઈ જઈ કે મંગાવી કરી રહ્યા છે.

First published:

Tags: Bharuch, Local 18, Oil

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો