રેવાનાં સંગમ તિર્થ વમલેશ્વર ગામમાં વમલેશ્વર મહાદેવ મંદિરે સ્વયંભુ પ્રગટેલા પાંચ શિવલીંગ છે. પૌરાણિક શિવલીંગનાં દર્શન માત્રથી લોકોની મનોકામનાં પૂર્ણ થયા છે.
Aarti Machhi, Bharuch:ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે.નર્મદા નદીના દર્શન માત્રથી પુણ્ય સાથે મોક્ષ મળતું હોવાની માન્યતા છે. નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર એટલે કે અનેક શિવ મંદિરો આવેલા છે. અનેક ઋષિમુનિઓએ નર્મદા નદી કિનારે તપ કર્યા હતા. ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદી કિનારે અનેક શિવ મંદિરો છે. જેમાં પૌરાણિક વમળનાથ મહાદેવ મંદિર નર્મદા પરિક્રમાવાસીઓનો અંતિમ પડાવ છે.
પાંચ મહાદેવના શિવલીંગ સ્વયંભૂ પ્રગટ થયા
વમલેશ્વર ગામના ઠાકોર પરમારે જણાવ્યું હતું કે, અહીં પાંચ મહાદેવના શિવલીંગ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેમાં સોમેશ્વર મહાદેવ, પવલેશ્વર મહાદેવ, લકટેશ્વર મહાદેવ, વમળનાથ મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવનું શિવલીંગ પ્રગટ થયા છે.
પવલેશ્વર મહાદેવની વિશેષતા એ છે કે, ઋષિ વૃક્ષના પાન રૂપમા લઈને નાખતા ગયા હતા. એક પત્તું સોનાનું થયું હતું. કાશીના મહારાજે આ જણાવ્યું હતું.
અહીંના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગનો નર્મદા પુરાણ તેમજ પદ્મપુરાણમાં ઉલ્લેખ કરાયો છે. મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળેલ પરિક્રમાવાસીઓ 33 માં સ્થળ વમલેશ્વર ખાતે આવે છે.
વમલેશ્વર મહાદેવના દર્શન કરી નર્મદા પરિક્રમા આગળ વધારાતી હોવાની માન્યતા
નર્મદા નદીના સંગમ સ્થળ એવા વમલેશ્વર ખાતે સ્વયંભુ પ્રકટેલા શિવલીંગના દર્શન કરી પરિક્રમાવાસીઓ આગળની યાત્રા ખેડતા હોય છે.
ભગવાન શિવ પાંચઅલગ અલગ સ્વરૂપે બિરાજમાન હોવા સાથે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે.
મહાશિવરાત્રી અને નર્મદા જયંતિ સહિતના ધાર્મિક તહેવારોની ઉજવણી કરાય છે
મહા શિવરાત્રી અને નર્મદા જયંતિ સહિતના ધાર્મિક તહેવારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સ્વયંભુ પ્રગટેલ શિવલીંગને જળાભિષેક,પૂજન અર્ચન અને મહા આરતી ઉતરી ભક્તો ધન્યતા અનુભવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર