Home /News /bharuch /Bharuch: આ સંસ્થાઓએ અનેક લોકોને અપાવી નવી દ્રષ્ટિ, ચક્ષુદાનમાં કરે છે આવુ અદ્ભૂત કામ

Bharuch: આ સંસ્થાઓએ અનેક લોકોને અપાવી નવી દ્રષ્ટિ, ચક્ષુદાનમાં કરે છે આવુ અદ્ભૂત કામ

તમે કરેલું ચક્ષુદાન કોઇ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખોમાં ઓજસ પાથરી શકે છે

ત્રણેય સંસ્થાઓના પ્રયાસથી અત્યાર સુધી ઘણા લોકોને આઈ ડોનેશન કરવા અંગેની સમજ આપી છે. ભરૂચના અલગ અલગ સ્થળોએથી આઈ ડોનેશન થકી સંસ્થાએ 1 હજારથી વધુ ચક્ષુ મેળવી તેને ચક્ષુ બેંકમાં મોકલી આપી.

Aarti Machhi, Bharuch: રક્તદાન પ્રત્યે લોકો જાગૃત બન્યા છે ત્યારે હજી લોકો આઈ ડોનેશન માટે આગળ આવતા અચકાઈ રહ્યા છે. તમે કરેલું ચક્ષુદાન કોઇ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખોમાં ઓજસ પાથરી શકે છે. જેને લઇ લોકોમાં જાગૃતિ લાવવા તેમજ વધુમાં વધુ લોકો આઈ ડોનેશન કરતા થાય તે હેતુથી રોટરી ક્લબ ભરૂચ,જૈન સોશિયલ ગ્રુપ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

ત્રણેય સંસ્થાઓના પ્રયાસથી અત્યાર સુધી ઘણા લોકોને આઈ ડોનેશન કરવા અંગેની સમજ આપી છે. ભરૂચના અલગ અલગ સ્થળોએથી આઈ ડોનેશન થકી સંસ્થાએ 1 હજારથી વધુ ચક્ષુ મેળવી તેને ચક્ષુ બેંકમાં મોકલી આપી.



અત્યાર સુધીમાં આ સેવાભાવી સંસ્થાઓના ગીરીશ પટેલ અને સભ્યોના પ્રયાસથી 1 હજાર લોકોને વિઝન મળ્યું છે. ત્યારે હજી પણ લોકો મૃત્યુ બાદ અન્યનો અંધાપો દુર કરવા આગળ આવે તે અત્યંત જરૂરી છે.અત્યાર સુધી ભરૂચને 1002ચક્ષુનું દાન મળ્યું છે.



સતત કાર્યરત આ ત્રણેય સંસ્થાઓ લોક સેવા માટે સતત કામગીરી કરી રહી છે જેઓના આવા પ્રયાસોથી ભરૂચ જિલ્લાવાસીઓ પણ તેઓની કામગીરીને બિરદાવી રહ્યા છે અને આવી જ રીતે બીજાના જીવનને જીવન બાદ અજવાળું પાથરવા મદદરૂપ થવા આગળ આવવા સમાન કિસ્સો માની રહ્યા છે.
First published:

Tags: Bharuch, EYES, Local 18, Organ donation

विज्ञापन