Home /News /bharuch /Bharuch: લ્યો હવે કારની પણ ચોરી થવા લાગી, ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ

Bharuch: લ્યો હવે કારની પણ ચોરી થવા લાગી, ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ

X
1.40

1.40 લાખની કારની ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ

અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર નજીક પાર્ક કરેલી કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અવારનવાર ઈકો કારના સાઇલેન્સરની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. હવે અંકલેશ્વરમાં પાર્ક કરેલી કારની ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામના રુદ્રાક્ષ ટાવરની બાજુમાં કોસમડી બસ સ્ટેન્ડ પાસે રહેતા મનીરૂલ નજરૂલ ઇસ્લામ નોકરી કરે છે. તેઓ 5 વર્ષથી હ્યુન્ડાઈ કંપનીની ફોર વ્હીલ ગાડી નંબર GJ-15 PP- 6623 વાપરી રહ્યા છે. તેઓના મિત્રની કાર તેઓ વાપરે છે.

1.40 લાખની કારની ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ

ગત તારીખ 16મી માર્ચના રોજ પોતાના કામ માટે કાર લઈને ગયા હતા. જો કે ત્યારબાદ એપાર્ટમેન્ટના આગળના ભાગે કાર પાર્ક કરી હતી. દરમિયાન 19મી માર્ચના રોજ મમ્મીની દવા લેવાની હોવાથી ગાડી લેવા માટે આવ્યા હતા. ગાડી મળી આવી ન હતી. મનીરૂલ નજરૂલ ઇસ્લામએ છેલ્લા 18મી માર્ચના રોજ ગાડી પાર્ક કરેલી જોઈ હતી. ત્યારબાદ કાર ન મળતા 1.40 લાખની કારની ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પાણ વાંચો: લગ્નમાં જમાઇને સાસુ-સસરા મળ્યા તો પત્નીને મૂકીને જ જતો રહ્યો

કાર ચોરીના સીસીટીવી સામે આવ્યા

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાર ચોરી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે કાર ચોરીના સીસીટીવી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ અન્ય કારમાં આવી ચોરીના ગુનાને અંજામ આપી રહ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Cars, CCTV Footage Viral, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો