ભરૂચમાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી દુકાનમાં પાછળથી બાકોરું પાડી બે તસ્કર ઘુસ્યા હતા.પોતાના માપના બુટ, વોચ અને રોકડા લઈ પલાયન થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એમ.જી. રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષની યુ.કે.ફૂટવેર નામની દુકાનને બે તસ્કરોએ શુક્રવારની મધરાતે નિશાન બનાવી હતી. બિટી મીલ ગ્રાઉન્ડમાંથી બન્ને ચોરએ પગરખાંના પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી પ્લાયમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. બુકાનીધારી બન્ને ચોરો ટોર્ચ લઈ સાથે આવ્યા હતા.
તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર
જાણે પોતાના માપના પગરખાં ફમફોસતા હોય તેમ બન્ને તસ્કરોએ ઇમ્પોર્ટએડ શૂઝના ખોખા ઉઠલાવી નાખ્યા હતા. સાથે જ બ્રાન્ડેડ વોચ પણ બોકસોમાંથી કાઢી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. કાઉન્ટરમાં રહેલા રોકડા પોતે પસંદ કરેલા શૂઝની જોડીઓ લઈ આ તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ
ચોરની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સવારે દુકાનદાર આવતા અને શટર ખોલતા જ ચોરીની જાણ થતા એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. એ ડીવિઝન સ્ટાફે દુકાન ઉપર પહોંચી સીસીટીવી મેળવી દુકાનદારની ફરિયાદ નોંધવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.