Home /News /bharuch /Bharuch: મામાનું ઊંબાડિયું ભરૂચવાસીઓના દાઢે વળગ્યું, જોઈલો કેવી રીતે બને છે સ્વાદિષ્ટ ઊંબાડિયું

Bharuch: મામાનું ઊંબાડિયું ભરૂચવાસીઓના દાઢે વળગ્યું, જોઈલો કેવી રીતે બને છે સ્વાદિષ્ટ ઊંબાડિયું

X
દક્ષિણ

દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ઉબડીયાનો સ્વાદ માણતી ભરૂચની જનતા

વલસાડનું પ્રખ્યાત ઉબડીયાનો સ્વાદ ભરૂચવાસીઓ માણી રહ્યા છે .ભરૂચ- અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર ઉબાડીયાની હાટડીઓ પર મોટી સંખ્યામાં ઉંબાડિયું આરોગવા આવી રહ્યા છે. પ્રખ્યાત ઉબાડિયાનો લોકોને ચસ્કો લાગ્યો છે.

    Aarti Machhi, Bharuch: સુરતી ઊંધીયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડીયુ પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઊંબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે. તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉબાડીયું પ્રખ્યાત છે. જોકે ઊંબાડિયા તેમ ઊંધીયા કરતા તેલ ઓછું જતું હોય અને માટલામાં બનાવાતી આ વાનગી ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદ પ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે. લોકો દૂર દૂરથી ઉબાડિયાનો સ્વાદ માણવા આવી રહ્યાં છે.



    ઠંડીમાં ઊંબાડિયું આરોગવા ભીડ

    ભરૂચના કોલેજ રોડ અને અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે સહિતના સ્થળે ઊંબાડિયાની હાટડીઓ છે.અહીં પાપડી, શક્કરિયા, રતાળુ, બટાટા અને મસાલાઓથી માટલામાં બનતી આ વાનગી હાલ તો ઠંડીમાં લોકોને સ્વાદનો ગરમાટો પૂરો પાડી રહી છે.વલસાડના ડુંગરી ગામથી આવેલા ઉબાડીયુનું ભરૂચમાં વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ- અંક્લેશ્વર જૂના નેશનલ હાઇવે પર મામાનું ઉબાડીયુ આવેલુ છે.



    ઊંબાડિયું બનાવવા માટે વપરાતી સામગ્રી

    દાણાવાળી પાપડી,લીલી મરચી, આદુ-મરચાં, રતાળુ,અજમો,આંબા હળદરની બનેલી ચટણી,મિડિયમ સાઈઝના બટાકા,શક્કરિયા, ધાણા, લીલી હળદર,મીઠું સ્વાદાનુસાર,તેલ.



    કેવી રીતે બને સ્વાદિષ્ટ ઊંબાડિયું

    સૌથી પહેલા બટાકા સહિત બધા શાક સુધારી લેવામાં આવે છે. તેમાં કાપ મુકીને તૈયાર કરેલી ચટણી ભરી દેવામાં છે. પાપડીમાં પણ ચટણી ભરી દેવી. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી બરાબર હલાવી લેવામાં આવે છે.



    ત્યારબાદ માટલામાં ભરી તેને ખાખરાના પાનથી બરાબર ચુસ્ત રીતે બંધ કરી દેવું. પછી માટલાને ઊંઘુ ખાડામાં રાખી તેના પર લાકડા અને પાન સળગાવવામાં આવે છે. આમ 40થી 45 મિનિટમાં સ્વાદિષ્ટ ઉંબાડિયું તૈયાર થઈ જાય છે.





    વલસાડથી ભરુચ ઊંબાડિયાના વેચાણ અર્થે આવ્યા

    આ અંગે પ્રવિણાબેને જણાવ્યું હતું કે, મામાનું ઉબાડીયુ ભરુચ અંક્લેશ્વર જૂના નેશનલ હાઇવે પર ખોલ્યું છે. તેઓ વલસાડથી ભરુચ ઊંબાડિયાના વેચાણ અર્થે આવ્યા છે. ભાઈ સાથે બે બહેનો, બનેવી તેઓના મદદ માટે આવ્યા છે.ઊંબાડિયું બનાવવા માટે તેઓ પાપડી, શક્કરિયા, રતાળુ, બટાકાનો ઉપયોગ કરે છે. તેઓ તેમાં મરચા અને ધાણા મિક્સરમાં પીસીને મસાલો નાખીને માટીમાં માટલામાં તેને બનાવે છે. લોકોનો પ્રતિસાદ ઘણો સારો મળ્યો છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Fast food, Local 18

    विज्ञापन
    विज्ञापन