Aarti Machhi, Bharuch: અમરકંટકથી ખડખડ વહેતી નર્મદા નદીના ઘાટ અને કિનારાઓનું અનેરું મહાત્મ્ય છે. મા રેવાને તટે અનેક મંદિરો, આશ્રમો આવેલા છે. મંદિરો અને આશ્રમોનો પણ ઇતિહાસમાં સ્થાન છે. નર્મદા નદીના કિનારે સાધુ, સંતોએ તપ કરી મા રેવાના આશીર્વાદ મેળવ્યા હોવાનું પણ સાંભળવા મળ્યું છે. નર્મદા નદીમાં અનેક જળચર પ્રાણીઓ જોવા મળે ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદી કિનારે અનેક આશ્રમો આવેલા છે. આશ્રમના મહંતો નર્મદા નદીના કિનારે સ્નાન કરવા સાથે જળચર પ્રાણીઓને દાણા ખવડાવી તેઓને પણ નદી જેટલું જ મહત્વ આપ્યું છે. નર્મદા નદીમાં અનેક જળચર પ્રાણીઓ જોવા મળે છે.
50 વર્ષ પહેલાં મસમોટી માછલીઓ મહંતના હાથમાંથી ભોજન કરતી ઝઘડિયા તાલુકામાં મઢી ઘાટની વાત કરીએ આશરે 50 વર્ષ પહેલા અહીં મહારાજના હાથમાંથી માછલીઓ ચણ ખાતી હતી. હાલ પણ માછલીઓ પકડવા પર પ્રતિબંધ છે. અહીં ઘણા લોકો ફરવા માટે પણ આવે છે.
જળચરોને લોકો મમરા,ગાઠિયાનું ભોજન કરાવે છે નર્મદા પરિક્રમા કરવા માટે આવતા પરિક્રમાવાસીઓ પણ પરિક્રમા પૂર્ણ કરવા દરમિયાન અહીં આવે છે. અહીં તેઓ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરિક્રમાવાસીઓને બે ટંક જમવાનું આપવામાં આવે છે. નદી કિનારે પણ લોકો વિધિ કરવા માટે આવે છે. પરિક્રમાવાસીઓ સહિત ભકતો મમરા, ગાઠિયા લઈને આવે છે. અને માછલીઓને ખવડાવે છે.
રમણીય વાતાવરણથી સજ્જ મઢી ઘાટ શાંત અને સ્વચ્છ જોવા મળી અહીં નદી કિનારે નર્મદા માતાનું મંદિર પણ આવેલુ છે. લોકો નર્મદા મૈયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી પણ લગાવે છે. રમણીય વાતાવરણથી સજ્જ મઢી ઘાટ શાંત અને સ્વચ્છ છે. શાંતિ પ્રિય લોકો માટે મઢી ઘાટ ઉત્તમ ઘાટ માનવામાં આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.