Home /News /bharuch /Bharuch: આને કહેવાય સાચા અર્થમાં માનવ સેવા; આ મહિલાએ 3 ભાઈઓને અપાવ્યું નવજીવન

Bharuch: આને કહેવાય સાચા અર્થમાં માનવ સેવા; આ મહિલાએ 3 ભાઈઓને અપાવ્યું નવજીવન

મહિલાની સેવા ભાવનાથી માતા સહીત તાલુકાના લોકો પ્રભાવિત થયા 

નેત્રંગ તાલુકાના ઊંડી ગામના મહિલા આગેવાન ઢેબાર ગામની માતાના માનસિક અસ્થિત મગજના ત્રણ સગા ભાઈઓની વડોદરા મેન્ટલ હોસ્પિટલ સારવાર કરાવી સ્વસ્થ કરતા પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.છેલ્લા ઘણા વર્ષોથી ત્રણેય ભાઈઓ મગજથી અસ્થિર હતા. જેને ત્રણેય ભાઈઓની માતા તેઓને જોઈને દુઃખી હતા.

વધુ જુઓ ...
    Aarti Machhi, Bharuch: પૃથ્વી પર ભગવાનને કોઈએ જોયા નથી પરંતુ માનવીને તેઓના દૂત તરીકે સેવા કરવા માટે પૃથ્વી પર મોકલ્યા હોવાનું નક્કી કહી શકાય  છે.આ વાક્યને સાર્થક આ મહિલાએ કરેલા એક નાનાકળા પ્રયાસે કરી બતાવ્યો છે.ભરૂચ નેત્રંગ તાલુકાના ઊંડી ગામના મહિલા આગેવાને ઢેબરગામના 3 માન્સિક અસ્થિર ભાઈઓની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર કરાવતા તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા છે.સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરીવારમાં આનંદની લાગણી છવાઈ હતી.

    નેત્રંગ તાલુકાના ઊંડી ગામના મહિલા આગેવાન ઢેબાર ગામની માતાના માનસિક અસ્થિત મગજના ત્રણ સગા ભાઈઓની વડોદરા મેન્ટલ હોસ્પિટલ સારવાર કરાવી સ્વસ્થ કરતા પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.



    નેત્રંગ તાલુકાના ઊંડી ગામના ઉર્મિલાબેન દલુભાઈ વસાવા જેઓ તાલુકાના ઢેબાર ગામના સમાજના મહિલાના ત્રણ સંતાનો માનસિક અસ્થિત મગજ ધરાવે છે જેઓ અંગેની જાણ સેવાભાવી એવા ઉર્મિલાબેન વસાવાને થતા તેઓ ત્યાં ગયા હતા અને ત્રણેય ભાઈઓને સારવાર માટે બે મહિના પહેલા વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.



    ત્રણે ભાઈઓની સતત બે મહિના સુધી સારવાર ચાલતા તેઓની તબિયતમાં સુધાર આવ્યો હતો. સમાજીક કાર્યકર ઉર્મિલાબેન હોસ્પિટલના સતત સંપર્કમાં રહીને તમામ અપડેટ લેતા રહેતા હતા.જ્યા બે મહિનાની સારવાર બાદ ઢેબર ગામના આ ત્રણે ભાઈઓ સ્વસ્થ થઈ ગયા હોવાની જાણ કરાઈ હતી.



    જેણી જાણ થતા સેવા ભાવી ઉર્મિલાબેન ખુશ ખુશાલ થઇ ગયા હતા.અને ત્રણેય ભાઈઓને વડોદરા મેન્ટલ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ અપાવી તેઓને તેઓના વતન ઢેબાર ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે લઇ આવ્યા હતા અને તેઓની માતાને ત્રણેય સગા ભાઈઓને સોપતા જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.



    છેલ્લા ઘણા વર્ષોથી ત્રણેય ભાઈઓ મગજથી અસ્થિર હતા. જેને ત્રણેય ભાઈઓની માતા તેઓને જોઈને દુઃખી હતા. ઉર્મિલાબેન દલુભાઈ વસાવાએ સેવા આપી ત્રણેય ભાઈઓની સારવાર કરાવતા તેઓ સ્વસ્થ બનતા માતાની ખુશીનો પર ન રહ્યો હતો. માતાએ ત્રણેય ભાઈઓને સ્વસ્થ જોતા જ તેઓની આંખોમાં ખુશીના આંશુ સરી પડ્યા હતા અને તેઓએ ઉર્મિલાબેન  વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Hospitals, Mental Health issues

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन