ભરૂચ જિલ્લાનાં જુદાજુદા વારેનાં હાટ બજાર ભરાઇ છે. અહીં શાકભાજી સહિતની ઘર વપરાશની વસ્તો ખરીદવા લોકો ઉમટી પડે છે. મહિલાઓ અઠવાડિયાનું શાકભાજી એક સાથે ખરીદી કરે છે.
ભરૂચ જિલ્લાનાં જુદાજુદા વારેનાં હાટ બજાર ભરાઇ છે. અહીં શાકભાજી સહિતની ઘર વપરાશની વસ્તો ખરીદવા લોકો ઉમટી પડે છે. મહિલાઓ અઠવાડિયાનું શાકભાજી એક સાથે ખરીદી કરે છે.
Aarti Machhi, Bharuch: શહેરો અને ગામના લોકો શાકભાજીનો વેપાર કરવા માટે હાટ બજારમાં બેસતા હતાં. સમય જતાં હાટ બજારો આધુનિક યુગમાં મોલમાં ફેરવાઇ ગયા છે. પરંતુ આજે પણ ભરૂચ શહેરમાં રવિવારી બજાર, નેત્રંગમાં મંગળ બજાર,વાલિયામાં બુધવારી બજાર, અંકલેશ્વરના ગોપાલ નગર ખાતે શનિવારી હાટ બજાર ભરાય છે. જ્યાં નાનામાં નાની વસ્તુઓથી લઈ મોલમાં પણ નહીં મળતી હોય તેવી વસ્તુઓ મળે છે. એટલું જ નહી સામાન્ય માણસ તો ઠીક પણ રૂપિયા વાળા પણ લોકો અહીં નજરે પડે છે.
શાકભાજી સહિતની વસ્તુઓ સસ્તી મળે છે
હાટ બજારમાં લોકો ઉમટી પડે છે. શાકભાજી, કપડા, ઘર વપરાશની નાની મોટી વસ્તુઓ વગેરેને ખરીદી કરે છે. હાટ બજારમાં તમામ વસ્તુ ખુબ જ સસ્તા ભાવે મળે છે. ખાસ કરીને મહિલાઓ શાકભાજી લેવા વધુ આવે છે. ફેરીયા કરતા અહીં શાકભાજી સસ્તુ મળે છે. એક કિલાનાં ભાવમાં રૂપિયા 10 થી 20 રૂપિયાનો તફાવત રહે છે. મહિલાઓ અઠવાડિયાનું શાકભાજી એક સાથે ખરીદી કરે છે. તેમજ ગામડાનાં લોકો કપડાની ખરીદી કરતા હોય છે. શિયાળાની સિઝનમાં ગરમ કપડા ખરીદવા લોકો પડાપડી કરે છે.
આજુબાજુના ગામડાના લોકો ખરીદી કરવા માટે ઉમટે છે અંકલેશ્વરના ગોપાલ નગર વિસ્તારમાં શનિવારી હાટ બજાર ભરાય છે. આ બજારમાં દુકાન કરતા લોકોને ઘર વખરીની સામગ્રી સસ્તા ભાવે મળે છે. શાકભાજી, ઘરના સામાન સહિત કપડાનું હાટ બજારમાં વેચાણ કરવામાં આવે છે. હાટ બજારમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. અંકલેશ્વર ગોપાલનગરમાં હાટ બજારમાં આજુબાજુના ગામડાના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. શનિવારી હાટ બજારમ સવારે શરૂ થાય છે અને સાંજે બંધ થાય છે.
10 વર્ષથી હાટ બજાર ભરાઇ છે હાટ બજારમાં અંકલેશ્વર શહેર ઉપરાંત સજોદ,નવા બોરભાઠા, જૂના દીવા, નવા દીવા સહિતના ગામના લોકો ખરીદી અર્થે આવે છે. આશરે 10 વર્ષથી હાટબજારની શરૂઆત કરવામાં આવી છે. કોરોના કાળમાં તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.