Home /News /bharuch /Bharuch : સૂકા વટાણાની ખતીને ખારાસવાળી જમીન માફક આવી, નોકરી સાથે યુવાન કરે ખેતી

Bharuch : સૂકા વટાણાની ખતીને ખારાસવાળી જમીન માફક આવી, નોકરી સાથે યુવાન કરે ખેતી

X
ખારાસ

ખારાસ વાળી જમીનમાં સૂકા વટાણાની ખેતી કરતા વાગરા તાલુકાના ખેડૂતો...

વાગરા તાલુકાનાં કેશવાણ ગામનાં યુવાન નોકરી સાથે સુકા વટાણાની ખેતી કરે છે. અહીની ખારાસવાળી જમીન સૂકા વટાણાને માફક આવી ગઇ છે. ઓછા ખર્ચ સાથે વટાણાની ખેતી  થાય છે.

    Aarti Machhi, Bharuch : વટાણાની ખેતીને ઠૂડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે. શિયાળામાં વટાણાનું વાવેતર કરવામાં આવે છે. વટાણાનાં નાના છોડ હિમનો સામનો કરી શકે છે. પરંતુ છોડમાં ફૂલ અને શીંગ આવે ત્યારે નુકસાન કરે છે. ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં કેશવાણની સીમમાં સુકા વટાણાની ખેતી કરવામાં આવે છે. ગામની સીમની જમીન વટાણા માટે અનુકૂળ છે અને સારી આવક મેળવી રહ્યાં છે.

    ગામનો યુવાન નોકરી સાથે વટાણાની ખેતી કરે છે
    કેશવાણ ગામની ખારાસ વાળી જમીન વટાણાની ખેતી માટે અનુકૂળ છે. ખેડૂતો અન્ય પાક સાથે વટાણાની ખેતી કરી રહ્યાં છે. ગામનાં ખેડૂત અંકુરભાઇ પ્રજાપતિએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

    તેમજ હાલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી રહ્યાં છે. નોકરી સાથે ખેતી કરી રહ્યાં છે. અંકુરભાઇ મગ, ચણા, વટાણાની ખેતી કરે છે.

    45 રૂપિયાના ભાવે બિયારણ ખરીદી વાવેતર કર્યું
    અંકુરભાઇ પ્રજાપતિએ ખેતરમાં ખેડાણ કરી વટાણાની ખાતર સાથે વાવણી કરે છે. જેઓ 45 રૂપિયાના કિલોના ભાવે બિયારણ ખરીદી કરે છે. 5 કિલો બિયારણનું વાવેતર કર્યું હતું. 1 એકર પાછળ 3 હજારથી વધુનો ખર્ચ થાય છે. મજૂરી, જંતુનાશક દવાઓ સહિતનો ખર્ચ કરવામાં આવે છે.


    સૂકા વટાણાનો પાક 45 થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે
    વટાણાનું વાવેત કર્યા બાદ 45થી 60 દિવસમાં પાક તૈયાર થઇ જાય છે. હાલ વટાણા સુકાઇ જતા એકત્રીત કરી રહ્યાં છે. તેમનાં પત્ની સેજલબેન ખેતીમાં મદદ કરે છે. સૂકા વટાણાનો કઠોળ, સેવઉસળ સહિતમાં વપરાશ થાય છે. ખેડૂત 5 કિલોથી વધુના વાવેતર સામે સારું ઉપજ મેળવી રહ્યા છે.

    શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.

     
    First published:

    Tags: Bharuch, Local 18