અંકલેશ્વરના માનવ મંદિર વિસ્તારમાં તીખા ઘૂઘરાનો સ્વાદ ગ્રાહકોને પ્રિય
ભરૂચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા માંડવા મંદિર ખાતે મૂળ જામનગરના રહેવાશી દિનેશભાઈ પાદલિયા જામનગરના ફેમસ ઘૂઘરા વેચી રહ્યા છે. જામનગરના ફેમસ ઘૂઘરાની એક ડીશ માત્ર 30 રૂપિયામાં મળી રહી છે.
Aarti Machhi, Bharuch: ઘૂઘરાનું નામ પડે કે તરત જ આપણને જામનગરના ફેમસ ઘૂઘરાની યાદ આવે. ત્યારે આજે આપણે જામનગરના નહીં પરંતુ ભરૂચના ઘૂઘરાની વાત કરીશું, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ના માંડવા મંદિર વિસ્તારમાં જામનગરના ફેમસ ઘૂઘરા મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ખાતે આવેલા માંડવા મંદિર વિસ્તારમાં મૂળ જામનગરના દિનેશ પાદલિયા જામનગરના ફેમસ ઘૂઘરા બનાવી લોકોને ખવડાવી રહ્યા છે.
તેઓએ આજથી 4 વર્ષ પહેલાં તીખા ઘૂઘરાની શરૂઆત કરી હતી. આજે તેઓના ત્યા મળતા તીખા ઘૂઘરા ખાવા લોકોની લાઈનો લાગે છે.
દિનેશ પાદલિયા પોતે મૂળ જામનગરના છે. આજથી થોડાક વર્ષો પહેલા તેઓ ભરૂચમા રહેવા આવ્યા હતા. જ્યાં તેઓએ વ્યવસાય તરીકે વડાપાઉ, અને દાબેલી વેચવાનો ઘંઘો શરુ કર્યો હતો. બાદમાં તેઓને ત્યાં પોતાના વતનના તીખા ઘૂઘરા વેચવાનો વિચાર આવતા ઘૂઘરાનું વેચાણ શરૂ કર્યું હતું.
જેને ખાવા આજે ભરૂચ વાસીઓ લાંબી લાંબી લાઈનો લગાવે છે. તેઓ જામનગરના ફેમસ ઘૂઘરા સાંજે 3 કલાકથી વેચવાનું શરૂ કરે છે. હાલ ઘૂઘરાની એક ડીશ માત્ર 30 રૂપિયામાં મળે છે.
દિનેશભાઈ પાદલિયા ઉમિયા ફરસાણ માર્ટ ખાતે દિનેશભાઈના મોટા ભાઈ ચંદુ ભાઈ પાદલિયા વણેલા ગાંઠિયા, સમોસા, મેથીના ભજીયા, ટામેટા વડા સહિતનું વેચાણ કરી રહ્યા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.