ભરૂચ શહેરમાં આવેલ કસક વિસ્તારમાં આવેલ ઘરડા ઘરમાં વડીલોનું આશ્રય સ્થાન બન્યું
સંતાનોએ તરછોડલ અથવા એકલવાસુ જીવન ગુજારતા વૃદ્ધો માટે ભરૂચના કસક વિસ્તારમાં આવેલુ વડીલોનું ઘર આશ્રય સ્થાન બન્યું છે.અહીંના સંચાલકો 21 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે વડીલોની સેવા કરે છે.
Aarti Machhi, Bharuch: સાચું સુખ અને સ્વર્ગ માતા-પિતાની સેવામાં કરવામાં જ રહેલું છે. જેમ ગણેશજીએ શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું. તેમ કસક ઘરડા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા વિભક્ત થતા સમાજ અને સંતાનો દ્વારા તરછોડી દેવામાં આવેલા વૃદ્ધની સેવા કરવામાં આવે છે.ભરૂચના કસક ફુવારા પાસે શ્રી જલારામ ટ્રસ્ટ સંચાલિત સુરજબેન ગોરધનભાઈ દેસાઈ વડીલોનું ઘર આવેલુ છે.
જલારામ સેવા ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1999માં થઇ
જલારામ સેવા ટ્રસ્ટની સ્થાપના 17 જાન્યુઆરી વર્ષ 1999માં કરવામાં આવી હતી. પરમ પૂજ્ય હરપ્રસાદ સ્વામી અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજ દ્વારા સંસ્થાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. સંસ્થાના સ્થાપક જશભાઈ પટેલ ઉર્ફે કાકુજી તેમણે 21 વર્ષ સુધી નિઃસ્વાર્થ ભાવે સેવા આપી છે. 11 ડિસેમ્બર 2020 ના રોજ તેમનું નિધન થયું હતુ. ત્યારબાદ ટ્રસ્ટના ટ્રસ્ટી ભગુભાઈ પટેલ તેમના રીતે જ કાર્ય કરે છે.
અહીં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે
કસક ઘરડા ઘર ખાતે રહેતા વડીલોને ઘરની યાદ ન આવે એ રીતે સંસ્થાના કમિટી સભ્યો કાર્ય કરી રહ્યા છે. સંસ્થા દ્વારા વૃદ્ધો કાર્યશીલ રહે માટે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે.તેમજ અહીં રહેતા વૃદ્ધો પોતાનું કાર્ય જાતે કરે છે.
જલારામ મફત દવાખાનામાં મફત દવા અપાય
સંસ્થા દ્વારા વિવિધ કર્યો કરવામાં આવે છે. જલારામ મફત દવાખાનામાં સામાન્ય લોકો કે કોઈ પણ હોય મફત દવા આપવામાં આવે છે. તેમજ ચેકઅપ પણ કરી આપવામાં આવે છે.
વર્ષમાં એક વાર ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન
સંસ્થા દ્વારા એક વર્ષમાં એક વાર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ઘરડા ઘરના વડીલોને વિવિધ ધાર્મિક સ્થળોએ પ્રવાસ કરાવવમાં આવે છે. ઘરડા ઘરના વડીલોને અંબાજી, બહુચરાજી, ખેડબ્ર્હ્મા, મહોડી, મીની વૈષ્ણોદેવી સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ લઈ જવામાં આવે છે.
કોરોના કાળ દરમિયાન તકેદારી રખાઈ
સંસ્થાની તકેદારીના પગલે કોરોના કાળ દરમિયાન ઘરડા ઘરમાં એક પણ કોરોના કેસ આવ્યો નથી. 2022 માં એક કેસ આવતા તકેદારી રાખવામાં આવી હતી. સંસ્થાના મનિષાબેન જણાવ્યું હતુ કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એક પણ કેસ સામે આવ્યો નથી. સંસ્થા રહેતા વૃદ્ધો પણ સેવાકીય કાર્યમાં મદદ માટે આગળ આવે છે.