દુબઈ અને ગલ્ફ કન્ટ્રીમાં તેઓએ પકવેલા G 9 કેળાની માંગ
ભરુચ જિલ્લાના વાલિયાના શિક્ષિત યુવાને આરોગ્ય ખાતાની નોકરી છોડી કેળાની ખેતીમાં ઝંપલાવ્યું છે અને કેળાની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. તેમજ કેળા દુબઈ અને ગલ્ફ કન્ટ્રીમાં એકસપોર્ટ કરવામાં આવે છે.
Aarti Machhi, Bharuch: ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના તૃણા ગામનો યુવાને G 9 કેળાની ખેતી કરી છે. તૃણા ગામના 43 વર્ષીય વિરેન્દ્રસિંહ ગેમલસિંહ વાસદિયાએ ચાસવાડ PHCમાં MPHW તરીકે ફરજ બજાવતા હતા. તૃણા ગામનાં ધરતીપુત્ર વિરેન્દ્રસિંહ ગેમલસિંહ વાસદિયાને ખેતી વારસામાં મળી છે. તેમના પિતા બીમાર હોવાથી આરોગ્યની નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી ખેતી કરી રહ્યા છે. પહેલા કપાસ, પપૈયાની ખેતી કરી હતી. પપૈયામાં વાયરસની સમસ્યા થતી હતી. બાદમાં તેઓએ અંકલેશ્વરના ભદ્રેશ પટેલ પાસેથી કેળાની ખેતી અંગેની માહિતી મેળવી હતી અને કેળાની ખેતીની શરૂઆત કરી છે. વિરેન્દ્રસિંહ ગેમલસિંહ વાસદિયા G 9 કેળાની ખેતી કરે છે.
પ્રતિ એકર 1200 જેટલા કેળાના રોપાનું વાવેતર કર્યું
કેળનું એકવાર વાવેતર કરવામાં આવે તો એ 3 થી 4 વર્ષ સુધી ખેડૂતને લાભ આપે છે. કેળમાંથી મળતા પીલામાંથી કેળનું સતત વાવેતર મેળવી શકાય છે. પોતાની 10 એકર જમીનમાં કેળાની G-9 જાતનું વાવેતર કર્યું છે. તેમણે પ્રતિ એકર 1200 જેટલા કેળાના રોપાનું વાવેતર કર્યું હતું. ગૌમુત્રમાંથી જીવામૃત બનાવીને ડ્રિપ ઇરીગેશન દ્વારા આપે છે. પાક તૈયાર થતા 9 મહિનાનો સમય લાગે છે. વિરેન્દ્રસિંહ વાસદિયા બજારમાંથી 16 રૂપિયાનો રોપો લાવે છે.એક છોડ ઉપર 25 થી 30 કિલોની લૂમ થાય છે. પહેલા પપૈયાની ખેતી કરતા હતા. ત્યારબાદ હવે કેળાની ખેતી કરે છે.
શેરડીની ખેતી કરતા કેળામાં વધુ નફો મળે
વાલિયા તાલુકામાં ગણેશ સુગર હોવાથી ખેડૂતો શેરડીની ખેતી સાથે સંકળાયેલ છે. વિરેન્દ્રસિંહ વાસદિયા શેરડીની ખેતીના વધતા ખર્ચને કારણે કેળાની ખેતી કરી રહ્યા છે. 10 એકરમાં 6 થી 9 લાખ રૂપિયાના ખર્ચ કરીને સારો ફાયદો મેળવે છે. જો કે, ખેડૂતોએ કેળાની ખેતી પસંદ કર્યા બાદ નફાના માર્જિનથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
દુબઈ સહિત ગલ્ફ કન્ટ્રીમાં કેળા એક્સપોર્ટ થાય છે
ખેડૂત વિરેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું હતું કે,દરેક પ્લાન્ટમાં 70 થી 100 રૂપિયાનો ખર્ચો આવે છે. કેળાનું બજાર 150 થી ઉપર હોય છે,જેના કારણે સારો નફો મળે છે.ડ્રિપ એરિગેશનથી ખેતી કરે છે. અઠવાડિયામાં ડ્રિપથી એક કે બે વાર ખાતર આપે છે. કેળાની લુમને પ્લાસ્ટિક બેગ પહેરાવે છે. આ કેળા બહાર એકસપોર્ટ કરવામાં આવે છે. દુબઈ સહિત ગલ્ફ કન્ટ્રીમાં G-9 જાતના કેળા બહાર એકસપોર્ટ થાય છે.