નાગલીના વાવેતર માટે આ વિસ્તારનું વાતાવરણ છે અનુકૂળ
આદિવાસી જિલ્લાઓમાં નાગલીનો અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે નાગલીની ખેતી માટે ભરૂચ જિલ્લાનો આદિવાસી વિસ્તારમાં અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. અહીંના ખેડૂતો માટે નાગલીની ખેતી આશીર્વાદ રૂપ માનવામાં આવે છે.
ભરૂચ : દેશમાં જુદા જુદા વિસ્તાર પ્રમાણે જુદા જુદા અનાજનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. જેમાં ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં નાગલી(રાગી)નું વાવેતર સાથે ઉત્પાદન મોટી માત્રામાં જોવા મળે છે. રાજ્યમાં ડાંગ અને વલસાડ, પંચમહાલ જિલ્લાઓમાં નાગલીનું વાવેતર કરવામાં આવે છે. તો ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારનું વાતાવરણ પણ નાગલીના વાવેતર માટે અનુકૂળ વાતાવરણ પૂરૂ પાડે છે. આદિવાસી વિસ્તારના ખેડૂતો ખાસ કરીને નાગલીની વાનગીઓ વધુ આરોગતા હોય છે.
નાગલીને તૈયાર થવામાં આશરે 100થી 120 દિવસ થાય
નાગલી દેખાવમાં આબેહુબ બાજરી જેવું જ હોય છે. તેનો રંગ લાલ અથવા મરુન જેવો હોય છે. નાગલીમાંથી રોટલા, પાપડ, શીરો,રાબ ખાસ કરીને બનાવવામાં આવે છે તો નાગલીની પાપડી, બિસ્કીટ પણ બને છે. નાગલીનો પાક સંગ્રહ કરવા સાથે તેના દાણામાં કીટકો કે ફુદાઓ હુમલા કરતાં નથી. જેથી તેને સુરક્ષિત માનવામાં આવે છે. નાગલીને તૈયાર થવામાં આશરે 100થી 120 દિવસ લાગે છે. નાગલીમાંથી કેલ્શિયમ, કેલેરી- 328 ગ્રામ, પ્રોટીન, આયર્ન, કાર્બોદિત પદાર્થ, ખનિજ દ્રવ્યો, રેસા, રીબોફલેવીન મળી રહે છે.
નાગલીને આરોગવાથી મેદસ્વીપણું, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ સહિતના અનેક રોગો સામે રક્ષણ
હાલ આંતરરાષ્ટ્રીય મિલેટ યર્સની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ લોકોના ખોરાકમાં હલકા ધાન્ય છે તેનું પ્રમાણ ખાવામાં ખૂબ ઓછું થઈ રહ્યું છે. લોકો પોતાના ખોરાકમાં નાગલી(રાગી) અને બડી જેવા પાકોનું ખાવામાં ઉપયોગીતા વધારે તો મેદસ્વીપણું, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ સહિતના અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. નાગલી એવો પાક છે જે ડુંગરાળ વિસ્તારમાં થતો પાક છે જે ડાંગ,આહવા અને પંચમહાલ જેવા વિસ્તારમાં થતો પાક છે.
રાજ્યમાં 14 હજાર હેકટર વિસ્તારમાં નાગલીનું વાવેતર
ગુજરાતમાં 14 હજાર હેકટર વિસ્તારમાં નાગલીનું વાવેતર કરવામાં આવે છે. પ્રતિ હેક્ટર 22 થી 23 કિલો ઉત્પાદન થાય છે. ઇટોફેન, થાયોનિન સહિતના એમીનોસિસથી ભરપૂર જે સાધના દુખાવા સામે રક્ષણ આપે છે. અને મેગ્નેશિયમ, કેલ્શિયમ સહિતના તત્વો સામે હાડકા મજબૂત રહેવાથી તંદુરસ્તી રહે છે.સાથે મહિલાઓ નાગલીનું પ્રમાણ વધારે તો આર્યનને કારણે માસિક ધર્મમાં રાહત આપે છે.