Home /News /bharuch /Bharuch: આરબથી આવેલી સુજની કલા 200 વર્ષથી અહીં જીવંત: કેવી રીતે બને, શું ભાવ

Bharuch: આરબથી આવેલી સુજની કલા 200 વર્ષથી અહીં જીવંત: કેવી રીતે બને, શું ભાવ

X
ભરૂચ

ભરૂચ શહેરમાં છેલ્લા 200 વર્ષથી બનાવવામાં આવતી સુજનીની આજે પણ માંગ એટલી જ

ભરૂચના સુજનીવાલા પરિવારે 200 વર્ષ જૂની સુજની બનાવવાની કલાને આજે પણ જાળવી રાખી છે.સુજની જગ વિખ્યાત બની છે. મહેનત માંગતુ સુજની બનાવવાનું કામ કઠિન છે. આ કલા આરબથી હિજરત કરીને આવેલા કારીગરો સાથે લાવ્યા હતા.

Aarti Machhi, Bharuch: કાશીથી પ્રાચીન ભરૂચ શહેરમાં ધાર્મિક સ્થળો સાથે અનેક વસ્તુઓનું પણ ઉત્પાદન થતુ આવ્યું છે.ભરૂચ શહેરમાં 200 વર્ષથી સુજનીવાલા પરિવાર વસવાટ કરે છે.કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી સામે રક્ષણ આપતી સુજની બનાવવાની કુનેહભરી કલા ભરૂચના સુજનીવાળા પરિવારે જીવંત રાખી છે. મૂળ અરબસ્તાનની કલા આરબથી હિજરત કરી હિન્દુસ્તાન આવેલા કારીગરો પોતાની સાથે લાવ્યા હતા.

સુજની ઓઢવાથી શરીરને રક્ષણ મળે છે અને પાથરવાથી ફર્શની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. હાથ વણાટની કલા અરબસ્તાનમાં અલિપ્ત થઇ છે, પરંતુ મૂળ અરબી કારીગરોના વંશજોએ ભરૂચમાં પરંપરાગત રીતે સુજની વ્યવસાયને જીવંત રાખી વારસો ટકાવી રાખ્યો છે. પહેલા 300 થી 400 રૂપિયા ભાવ હતો, હાલ 3000 થી 5000 રૂપિયા ભાવ છે.

સુજની સખત પરિશ્રમ , કુનેહ અને સમય માંગી લે

હાથ વણાટ દ્વારા તૈયાર થતી સુજનીને એક એક તાર ગૂંથીને સજ્જ કરાય છે. સુજની ખાસ બનાવટથી આટલી લાભદાયી બની છે. જેમાં તાતણાં ગુથી ચોકઠાં બનાવી રૂ ભરવામાં આવે છે. ચોકઠાં સુજનીને નરમાશ આપવા સાથે તેમાંથી સરળતાથી હવા અવરજવર કરી શકે તેવી બનાવટ ઉપલબ્ધ કરાવે છે.

સખત પરિશ્રમ , કુનેહ અને સમય માંગી લેતી સુજનીની કિંમત આજના બ્લેન્કેટ અને ફ્લોર મેટ કરતા ઘણી ઉંચી છે. પરંતુ ભારત કરતા વિદેશમાં તેની વધુ માંગ રહે છે. સખત પરિશ્રમ દ્વારા તૈયાર થતી સુજનીની આધુનિક યુગમાં પણ તેટલી જ બોલબાલા છે.

સુજનીવાલા પરિવારની ત્રીજી પેઢી સુજની બનાવવાની કળાને જીવંત રાખી

આજે ત્રીજી પેઢી પણ સુજની બનાવવાનું કામ કરે છે. સુજની વોસેબલ હોવા સાથે દરેક કલર કોલીટીમાં બને છે. વુલન,સીલક, કોર્ટન દરેક વસ્તુ બનતી હોય છે.

દેશ-દુનિયામાં સુજનીની માંગ વધી

સુજનીની માંગ ગુજરાત સહિત અન્ય શહેરોમાં પણ છે, સાથે જગવિખ્યાત સુજની વિદેશોમાં પણ જાણીતી બની છે. વિદેશથી આવતા મહેમાનો કે દેશના જેતે ખૂણામાંથી આવતા લોકોનું ભરૂચમાં વસતા લોકો સુજનીરૂપી ભેટ સોગાદ આપે છે. સુજનીની માગ હાલના જમાનામાં વધી છે. જેને લઈ સરકારની મદદથી કોપરેટીવ સોસાયટી બનાવી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.છેલ્લી લુપ્ત થતી કલા છે. ભરૂચમાં હાથથી બનાવાતી સુજનીના ચાર જ લુમ્સ બચ્યા છે.
First published:

Tags: Bharuch, Clothes, Local 18, Winter