ભરૂચના નર્મદા નદી કિનારે મેથીની ખેતી કરી આવક મેળવતા ખેડૂતો ખુશ
ભરૂચ જિલ્લાનાં નર્મદા નદીનાં કિનાર વિસ્તારમાં ખેડૂતો મેથીની ખેતી કરી રહ્યાં છે. સારું ઉત્પાદન મેળવી રહ્યાં છે. 20 કિલો મેથીનું વાવેતર કર્યુ હતું,જેમાંથી 240 કિલો મેથીનું ઉત્પાદન થયું છે. 20 કિલોનાં 300 રૂપિયા સુધીનાં ભાવ મળી રહ્યાં છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારાના ભાઠા વિસ્તારમાં મોટા પાયે ખેડૂતો મેથીનું વાવેતર કરે છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ખેડૂત શાકભાજીમાં વપરાતી મેથીની ભાજીની ખેતી કરી રહ્યા છે. ખેડૂત સતિષભાઈ જ્યંતિભાઈ પટેલ અભ્યાસમાં ધોરણ 10 પાસ કર્યું છે. અંકલેશ્વર બોર ભાઠા બેટ ગામના ખેડૂતે મેથીની ભાજીની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
મેથીની ભાજીનાં માર્કેટમાં 20 કિલોના 250થી 300 રૂપિયા ભાવ મળે
યુવાન ખેડૂતે પોતાનાં ખેતરમાં ચાર ક્યારામાં 20 કિલો મેથીનું વાવેતર કર્યું છે. દોઢ મહિનાના સમય ગાળામાં તૈયાર થઈ જાય છે.
એક ક્યારામાંથી 60 કિલો જેટલું ઉત્પાદન મેળવી રહ્યાં છે. 20 કિલોના 250થી 300 રૂપિયા ભાવ મળે છે. જે ભાવ પોષણયુક્ત ભાવ ખેડૂત માની રહ્યા છે.
મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ
મેથીના બીજ હોય કે તેના પાન બંને પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.
શરીરના પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ વધારે ગુણકારી છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.