Home /News /bharuch /Bharuch: જલારામ બાપાની 223મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાશે; આ સમયે થશે પૂજા વિધિ
Bharuch: જલારામ બાપાની 223મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાશે; આ સમયે થશે પૂજા વિધિ
જલારામ બાપાની 223મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે
ભરૂચમાં કારતક સુદ સાતના 31 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેને લઇ તડામારમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
Aarti Machhi, Bharuch: સમગ્ર વિશ્વમાં જેઓની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચમાં કારતક સુદ સાતના 31 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેને લઇ તડામારમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે
ભરૂચ શહેરમાં આવેલ નિલકંઠ નગર સોસાયટીના નિલકંઠ ઉપવન ખાતે પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. શ્રી સમસ્ત લોહાણા જલારામ સેવા મંડળ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા જલારામ જયંતિને લઈ નિલકંઠ ઉપવન ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
31 ઓકટોબર 2022 સોમવારના રોજ સાંજે 5 કલાકે પાદુકા પૂજનના કાર્યક્રમથી ઉજવણી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7.45 કલાકે મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતીમાં ભાગ લેવા માટે ભાવિક ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
જલારામ બાપાની 223મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સાંજે 8 કલાકે ભાવિક ભકતો માટે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં મહાપ્રસાદી માટેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ નરેશ વી. ઠક્કર, ઉપપ્રમુખ બંસીભાઈ સી. ઠક્કર, માનનીય મંત્રી હસમુખભાઈ ટી. ઠક્કર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.