Home /News /bharuch /Bharuch :આ શિક્ષક માટે શાળાનો વર્ગ એ જ સ્વર્ગ, એવું કામ કર્યું કે, વિદ્યાર્થીઓને ગમવા લાગી શાળા

Bharuch :આ શિક્ષક માટે શાળાનો વર્ગ એ જ સ્વર્ગ, એવું કામ કર્યું કે, વિદ્યાર્થીઓને ગમવા લાગી શાળા

X
ડેડિયાપાડામાં

ડેડિયાપાડામાં કાંદા પ્રાથમિક શાળાનાં શિક્ષક નિલેશકુમાર પ્રજાપતિને મહારાષ્ટ્રીમાં નેશનલ એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શિક્ષકને રાજ્યકક્ષાએ બે અને નેશનલ કક્ષાએ ત્રણ એવોર્ડ મળ્યાં છે.

ડેડિયાપાડામાં કાંદા પ્રાથમિક શાળાનાં શિક્ષક નિલેશકુમાર પ્રજાપતિને મહારાષ્ટ્રીમાં નેશનલ એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શિક્ષકને રાજ્યકક્ષાએ બે અને નેશનલ કક્ષાએ ત્રણ એવોર્ડ મળ્યાં છે.

Aarti Machhi, Bharuch : મૂળ મહેસાણાનાં વતની અને હાલ નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડામાં કાંદા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશકુમાર માધુભાઇ પ્રજાપતિને મહારાષ્ટ્રનાં સોલાપુરમાં નેશનલ એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


મહેસાણાનાં નિલેશકુમાર માધુભાઇ પ્રજાપતિની 33 વર્ષની ઉંમર છે. નિલેશકુમારે બીએ(સંસ્કૃત), પીટીસી સુધી અભ્યાસ કર્યો છે. હાલ નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડામાં કાંદા પ્રાથમિક શાળામાં વર્ષ 2010થી ફરજ બજાવે છે. છેલ્લા 13 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યાં છે. નિલેશકુમાર પ્રજાપતિ ધોરણ 3થી 5નાં બાળકોને બધા વિષય ભણાવે છે.

શરૂઆતમાં પાંચવલથી ચાલીને આવતા હતાં અને છ વર્ષ સુધી કાચા મકાનમાં રહ્યાં હતાં. મધ્યમ આર્થીક સ્થિતીમાં અભ્યાસ કર્યો હતો અને રહ્યાં હતાં. તેમનાં પિતા માધુભાઇ પ્રાઇવેટ સર્વિસ કરતા હતાં અને પોતે પણ પાંચ કિમી ચાલીને સ્કુલે થતા હતાં.
બે રાજ્ય કક્ષાનાં અને ત્રણ નેશનલ કક્ષાનાં એવોર્ડ મળ્યાં
શિક્ષક નિલેશકુમાર પ્રજાપતિએ વિવિધ શૈક્ષણિક સિદ્ધીઓ હાંસલ કરી છે. જિલ્લા કક્ષાએ ચાર ઇનોવેશન કર્યા છે. રાજ્ય કક્ષાએ 2 એવોર્ડ મેળવ્યા છે. શિક્ષકે નેશનલ લેવલે 3 એવોર્ડ હાંસલ કર્યા છે.


1. મારી ભવ્ય ભાષા : શિક્ષકે ગુજરાતી ભાષા, રૂઢિપ્રયોગો અને કહેવતોમાં ઇનોવેશન કરી વિદ્યાર્થીઓને સરળ ભાષામાં શીખવાડી રહ્યા છે. આ ઈનોવેશનમાં જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યો છે. શિક્ષકે માતૃભાષામાં કરેલા ઇનોવેશનના કારણે વિશિષ્ટ શિક્ષક તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સન્માન હાંસલ કર્યું છે.
2. વ્યાકરણ વિહાર : ધોરણ 3 થી 5માં વિદ્યાર્થીઓ વ્યાકરણ શીખી શકે તે માટે તેઓ ઇનોવેશન કર્યું. જેને પગલે તેઓએ જિલ્લા કક્ષાએ સન્માન મેળવ્યું હતું.
3. અર્વાચીન આસપાસ : ધોરણ 4 પર્યાવરણ વિષય પર શિક્ષકે ઇનોવેશન કર્યું છે. ડિજિટલ ઓડિયો બુક બનાવી છે. એનસીઆરટી એટલે કે, ગુજરાતની પ્રથમ ઓડિયો બુક છે. જેમાં પ્રશ્નોના જવાબ સાથે તૈયાર કરી છે. ઓડિયો બુક સમયાંતરે બાળકોને whatsapp ગ્રુપના માધ્યમથી મોકલતા રહે છે. ડિજિટલ આમંત્રણ પત્રિકા બનાવી છે. જેમાં 25 ચેપ્ટરના હાર્દ બતાવવામાં આવ્યા છે. તેમાં તેઓ QR કોડ આપ્યો, જે બાળકોના વાલીઓ સ્કેન કરી પ્રશ્નોના જવાબ આપી શકે છે.
અર્વાચીન આસપાસ ઇનોવેશન જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે, રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ઈડર ખાતે સન્માન પ્રાપ્ત કર્યું છે. હાલમાં મહારાષ્ટ્ર (સ્ટેટ ઈનોવેશન રિસર્ચ ) ફાઉન્ડેશન & IIM અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સોલાપુર,મહારાષ્ટ્ર ખાતે નેશનલ એજ્યુકેશનલ ઇનોવેશન એવોર્ડ મેળવ્યો છે.
4. એથેલેન્ટ એક્ટિવિટી : ઇનોવેશન કરી વિદ્યાર્થીઓને બેઝિક વાંચન અને ગણન માટે શીખવાડવામાં આવે છે. આ ઇનોવેશને જિલ્લા કક્ષાએ બીજો ક્રમાંક હાંસલ કર્યો છે. રાજ્યકક્ષાએ ઇડર ખાતે સન્માન મેળવ્યું છે. નવાચારી ગતિવિધિઓ તરફથી શિક્ષકના ઇનોવેશનને વર્ષ 2022માં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો છે. નેશનલ ટોય ફેરમાં ટેબલ ગેમ, પેટર્ન ગેમ નામની રમત વર્ષ નેશનલ કક્ષાએ એવોર્ડ મેળવ્યો છે.


પહેલા શાળાની આવી સ્થિતી હતી, હવે આવી સ્થિતી છે
શિક્ષક નિલેશ પ્રજાપતિ શાળામાં આવ્યા તે સમયે વિદ્યાર્થીઓ અનિયમિત હતા. શાળાનું કમ્પાઉન્ડ વોલ પણ ન હતુ. શિક્ષકે શાળામાં પ્રવેશ કર્યા બાદ વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરતાં વિદ્યાર્થીઓ નિયમિત થઈ ગયા હતા. શિક્ષક વાલીઓની નિયમિત મિટિંગ કરે છે. જેથી વિદ્યાર્થીઓ વધુ ધ્યાન આપી શકે. વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ થકી સન્માનિત કરવામાં આવે છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પાસ થવા પર તેઓનું સન્માન કરાય છે. ગોદરેજ એગ્રોવેટમાથી આવેલ ઓર્ગેનિક બીજ બેંક બનાવી ઓર્ગેનિક શાકભાજી ગરીબ પરિવાર સુધી પહોંચાડયુ હતુ. કોરોના કાળમાં સેફ હેન્ડ અભિયાન હાથ ધર્યું હતુ.
પુસ્તકો વાંચવાનો શોખ છે
શિક્ષક નિલેશ પ્રજાપતિને પુસ્તકો વાંચવાનો વધુ શોખ છે. પોઝિટિવ થીંકિંગ, નવલકથાઓ સહિત વાંચવાનો શોખ છે.



શિક્ષકનો આગળનો ધ્યેય શું ??
આદિવાસી વિસ્તારમાં શિક્ષણની તકો ઉભી કરવાનો મુખ્ય ધ્યેય છે. વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારમાં રહીને ઉચ્ચ કક્ષાએ લઇ જવાનો છે. દરેક ક્ષેત્રમાં તેઓના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે તેવો જ તેમનો મુખ્ય ધ્યેય છે. અલગ અલગ પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં રુચિ વધે તેવો તેઓનો મુખ્ય ધ્યેય છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.

 
First published:

Tags: Bharuch, Local 18